________________ 58 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રહિત માત્ર સારા પિષાકમાં હોવા છતાં પણ આકર્ષણ થવાથી રાજાએ મંત્રીને પૂછ્યું “આ યુવતી કોણ છે?. પૂર્વે આપે પરણીને તજી દીધેલી વરૂણશેઠની કન્યા અને આપની ધર્મપત્ની છે.” - મંત્રીની વાત સાંભળી રાજાને પશ્ચાત્તાપ થયો. “અરે આવી કુલીન સ્ત્રીને પરણીને મેં તજી દીધી છે. સારૂં કર્યું નહિ. રાજાએ એ સ્ત્રીને પિતાના અંત:પુરમાં તેડાવી. રાજકાર્યથી પરવારી નિશા સમયે રાજા વહેલા વહેલા નવી પત્નીના મહેલે ગયો, નવીન નવેઢા પાનીને જોતાં રાજાએ કહ્યું. “પ્રિયે ! પરણીને મેં તને તજી દીધી એ મારો અપરાધ માફ કરજે. રાજાની લાગણી જાણી રાણી બેલી. “મહારાજ ! એમાં આપને શુ દોષ ? મારા પરભવનાં પાપ, કે જેથી મને આપના દર્શનનો લાભ મળ્યો નહિ. પોતાના દોષને જેનારી રાણીને જાણી રાજા મનમાં ખુશી થયે એ નવોઢા નારીએ પરણ્યા પછીની પહેલી રાત્રી આજે જ રાજા સાથે સુખમાં વ્યતીત કરી. રાજાએ શરમને મુકાવી એટલે રતિકલામાં પ્રવિણ એ નારીએ શરમને તજી કામકલાની અનેક કુશળતાઓ બતાવી-પ્રગટ કરી. રાજાને ખુબ રંજીત કર્યો. પાપને લીધે જગતમાં કઈ વખતે ગુણ-' પણ દોષને માટે થાય છે એ નિયમને અનુસરીને કામકળામાં આ નારીની અપૂર્વ ચતુરાઈ જાણી રાજાના મનમાં સહેજ શંકા થઈ આવી. “ભેગ વિલાસ ભેગવ્યા વગર ભલા આ સ્ત્રી આવું કૌશલ્ય શી રીતે જાણી શકે ?" નક્કી આ નારી જારી વિચારી રમનારી છે. શંકાને વશ થયેલા રાજાએ તરત જ મારી નાંખવાનો વિચાર કર્યો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust