________________ 48 - - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ-વિચાર કર્યા વગર કઈ પણ કાર્ય કરવું નહિ. એકદમ કોઈપણ કાર્ય કરી નાખવાથી પાછળથી મોટી આફતને કરનારૂં થાય છે. લાંબો વિચાર કરીને કાર્ય કરવાથી એમાં વિજય મલે છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પ્રાત:કાળે શંખરાજ મનમાં અનેક વિચાર કરતો સિંહાસન ઉપર બેઠેલો હતે ભવ્ય આકૃતિવાળા છતાં અત્યારે એના મનમંદિરમાં વિચારની અનેક આછી વાદળી પસાર થઈ રહી હતી. પોતાના કાર્યના પરિણામની તે ઉસુકતાથી રાહ જોઈ રહ્યો હતો, તે જાણે મેટે ઈન્સાફ કરી રહ્યો હોય, દુષ્ટ કામ કરનારને તેને યોગ્ય શિક્ષા કરી નર્યો સંતોષ અનુભવી રહ્યો હોય તેમ શાંત ચિત્તે જાણે કેઈના આગમનની રાહ જોતો હોય એવા રાજાના વદન ઉપર ઉદાસીનતાની જરા લાનિ હતી. એ દરમિયાન પેલી ચંડાલણી મહારાજની આજ્ઞા મેલવીને ત્યાં હાજર થઈ. ચંડાલણીએ મહારાજને નમસ્કાર કરી બાજુબંધવાળા એ કમળ નાજુક લતા સમા બન્ને હાથ શંખરાજની સમક્ષ રજુ કર્યા. પિતાની નજર સમક્ષ રજુ થયેલી એ નાજુક બાહલતાને રાજા નિહાળી રહ્યો–એક ધ્યાને જોઈ રહ્યો. એક દિવસ આ બાહલત્તા એ નાજુક દેહલતાને કેવી. શાભાવી રહી હતી? મારા હાથવડે આ બાહને હું રમાડતો હતો. આટલી રાજ્ય સમૃદ્ધિ છતાં વિપુલ સત્તા અને સાહ્યબી છતાં આશકનાં આભૂષણ પહેરવાનું મન થયું, મને તો રહી રહીને જ અત્યારે ભાન થયું. સ્ત્રીઓની કુટિલતાને પાર બ્રહ્મા પણ ખરે પામી શકતા નથી ત્યાં મારા જેવાનું શું ગજુ ? મહારાજ શંખપુરપતિને વિચારમાં પડેલા જાણી તેમજ એમના વદન ઉપર અનેક ભિન્નભિન્ન પ્રકારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust