________________ એકવીશ ભવને સ્નેહસંબંધ કર્ણના પડદાને ધમધમાવી દેતી હતી. આવા ભયંકર જગલમાં એના ધર્મ સિવાય એનું રક્ષણ કોણ કરે તેમ હતું ? " . “અરે માણસને માથે આફત આવી પડે છે ત્યારે ચાહનારા બધા દૂર થઈ જાય છે, ને કરેલાં કર્મ સ્વયમેવ પિતાને જ ભેગવવાં પડે છે, પરભવે કંઈ પણ એવી અધમ કરણી કરી હશે જેનું આ ફળ મલ્યું. પ્રાણથી અધિક વ્હાલા પતિએ પણ વેરીની ગરજ સારી, અરે આ મારી આભૂષણચુક્ત મનહર બાહ લતા અત્યારે તો ખંડિત થઈ ગઈ. બન્ને હાથ મારા ઠુંઠા થઈ ગયા. હવે શું કરું? આ દુ:ખ કેને કહું. રૂદન અને વિલાપ કરતી દુ:ખની મારી કલાવતી - હવે માત્ર મૃત્યુની જ રાહ જોતી જળ વગરની માછ લીની જેમ દુ:ખથી તરફડવા લાગી. હસ્તની વેદનાએ : એને આકુળવ્યાકુળ કરી હતી. પણ શું કરે? વિધિની અજબ કરામતમાં માનવીની બુદ્ધિ ક્યાં સુધી ચાલી શકે? - પૂરા દિવસ હોવાથી ગર્ભની સ્થિતિ પણ પરિપકવ થઈ ગઈ હતી, તેથી આવા આફતના પ્રસંગે એને બીજી પ્રસવજન્ય, વેદના પણ ઉત્પન્ન થઈ, “હા ! દૈવ ! તુ પણ બરાબર તારે બદલો લઈ લે. દુજનની માફક રડેલું દેવ પણ એક દુ:ખ જ્યાં પૂર્ણ થતું નથી ત્યાં બીજી તૈયાર કરે છે. હોય! તારે પણ સમય છે. જગતમાં સમયની બલિહારી છે. પ્રસવની વેદનાથી કલાવતી ત્યાંથી ઘસડાતી ઘસડાતી આગળ ચાલી. નજીકમાં જ ઘુઘવાટ કરતી - પડછડ અને પ્રચંડકાયાવાળી શ્યામ સરૂપા સિંધુ નદીના કિનારા નજીક આવી, જ્યાં નાનાં નાનાં ઝાડવાઓનાં જુથનાં જુથ આવી રહેલાં હતાં. એ જુથના આંતર પ્રદે-શમાં આવતાં ત્યાં પણ કલાવતીને કેટલીક વેદના થઈ, એ - કષ્ટને સહન કર્યા વગર કાંઈ છૂટકો નહોતો, કારણ કે એની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust