________________ 512 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ના દંડથી સુશોભિત દવા પિતાના મકાન ઉપર ઉભી કરી. તે વારે બંદીજને એમની બિરૂદાવલી બેલવા લાગ્યા. ને કેવડે સત્કાર કરાતા તે પુત્ર પરસ્પર કહેવા લાગ્યા. “એ ! આપણા પિતાની બુદ્ધિ વૃદ્ધાવસ્થામાં બહેર મારી ગઈ છે આટલા સમય સુધી તેણે નાહક આપણને ઠગ્યા છે. ધનદ પણ પોતાનું કામ આપી પોતાના નગરમાં આવી પહોંચ્યો. પિતાને ઘેર આવ્યા ત્યારે પિતાના મકાન પર વજા જોઈ એ સંબંધી વૃત્તાંત પુત્રને પૂછવાથી પુત્રએ સમસ્ત વાત કહી સંભળાવી. - પુત્રની વાત સાંભળી ક્રોધથી ધમધમતો ધનદ પુત્રોને આકાશતો બોલ્યો, અરે કુલાંગરે ! કુપુત્રો ! કુબુદ્ધિવાળાઓ! કુલક્ષણવેત્તાઓ! મુનક્ષત્રમાં જન્મેલાઓ! તમે આ શું કર્યું ? બધાં રત્નો વેચી તમે માત્ર આટલુંજ દ્રવ્ય મેળવ્યું? પણ આ કેટિ દ્રવ્ય કરતાં મારા એક રત્નની કિંમત પણ વધારે હતી. મારાં બધાં ને તમે પાણીના મૂલ્ય વેચી દીધાં. જાઓ, નિકળો મારા મકાનમાંથી, એ બધાં રત્નો લઈ આવે ન મળે તો મને તમારૂં મુખ બતાવશે નહિ. પછી તો પિતાએ તિરસ્કાર કરી પુત્રને ઘરમાંથી કાઢી મુક્યા . પિતાનો તિરસ્કાર પામી ઘર બહાર નિકળેલા એ પુત્ર રત્નોના ગ્રહણ કરનારા વ્યાપારીઓને શેઘવા લાગ્યા પણ તેઓ પોતપોતાના નગરે ગયેલા હોવાથી તેમને પત્તો મલે નહિ ને પૃથ્વી ઉપર ભ્રમણ કરી મહાદુ:ખ પામ્યા, તો હે ભવ્ય ! ધર્મને આરાધવાને મનુષ્ય ભવમાં બધી સામગ્રી પ્રાપ્ત થવા છતાં ગુરૂનો જેગ પામી જે સંયમની આરાધના કરશે નહિ તો પાપકર્મથી લેપાયેલા તમે એ ગુમાવેલી તક વારંવાર પ્રાપ્ત કરી શકશે નહિ. yn Aaradhak Trust