________________ 510 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર - નથી. ચોરાસી લાખ છવાયોનિમાં ચારિત્રને અનુકૂળ સામગ્રી માત્ર મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. માટે ધર્મને 'ચોગ્ય સામગ્રી મનુષ્ય ભવમાં પ્રાપ્ત થવા છતાં જે પ્રમાદી - બનીને હારી જશે, ધર્મ કરવાની ઉપેક્ષા કરશે-તો ધનદના પુત્રોની માફક એવી તક તમને ફરી મેલવી દુર્લભ થઈ પડશે, તાપ્રલિપ્તી નામે નગરીમાં પ્રજા વત્સલ ન્યાય નીતિને જાણ શ્રી કીર્તિનામે રાજા હતો. તે પોતાની નગરીમાં અનેક ધનાઢયોને જોઈ પ્રસન્ન થતો હતો. પ્રજા પણ આવા અમીમય દૃષ્ટિવાળા રાજાને જોઈ રાજી થતી હતી. - નગરીના ધનાઢય જનો જેની પાસે કેટી દ્રવ્ય હોય તે પોતાના મકાન ઉપર વિજા ચડાવે એવી રાજ આજ્ઞા હોવાથી નગરમાં અનેકના મકાન ઉપર દવાઓ ફરકતી - હતી તેમજ કોઈ કેઈના મકાન ઉપર એક કરતાં પણ અધિક દવાઓ જેવાતી હતી. એ દવાઓ ઉપરથી એના દ્રવ્યની સંખ્યા પણ મપાતી હતી. એવું એ શહેર સુખી - અને આબાદીવાળું હતું. - એ નગરમાં ધનદ નામે મોટો શાહુકાર રહેતો હતો, ધનદ ધનવડે કુબેર ભંડારી સમાન હોવા છતાં પોતાના મકાન પર ધ્વજા ધરકાવતો નહિ. જેની કીંમત થઈ શકે નહિ એવાં અનેક રત્ન એના ભંડારમાં પડેલાં હતાં. તોપણ પિતાના મકાન પર દવજા ફરકતી કરવાનું તેને મન થતું નહિ. - ત્યારે ધનદના પુત્રોના વિચારો જુદા હતા. પોતાના મકાન ઉપર દવજ ફરકતી જેવાને તે ખુબ આતુર હતા. પણ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન તેમનાથી ન થતું હોવાથી પિતાની ઈચ્છા તેઓ પાર પાડી શકતા નહિ, ius : P.P. Ac. Gunratnasuri M.S.