________________ એકવીશ ભવને નેહસંબંધ 36 કલાવતી હૃદયમાં બફાટ અમુંઝણ થવાથી મૂચ્છિત થઈ ગઈ વનની મધુરીને મંદમંદ પવનની લહેરેથી થોડી વારે કલાવતી જાગ્રત થઈને ધીમેથી બેઠી થઈ તો તેની નજર એક રાક્ષસી જેવી, હાથમાં કત્તિક લઈને ઉભેલી ભયંકર ચંડાલણી ઉપર પડી. રાજાએ મેકલેલી એ ચંડાલણીની ભયંકર ડાકણ જેવી આકૃતિ જોઈને જ રાણી ભયથી થીજી ગઈ. - “કેમ ડરે છે શું ? તારા દિવસે હવે ભરાઈ ગયા છે એ સમજી તું?” . : - “તુ કોણ છે? અને કેમ આવી છે. જેમ તેમ કરી પરાણે હિંમત લાવી કલાવતી બેલી. હું કેમ આવી છું તે જો તને બતાવું, આ કન્તિકાથી બાજુબંધવાળા તારા આ બન્ને હાથે દવા આવી છું સમજી કે પાપિણી ?" ભયંકર અટ્ટહાસ્ય કરતી એ મનુષ્ય રાક્ષસી બોલી. મારા હાથ છેદવામાં તને શું લાભ? કલાવતી નિશ્વાસ નાખતી બેલી. લાભ! રાજાજીનો હુકમ બજાવું એ લાભ, જાણતી નથી રાજા તારી ઉપર રૂક્યો છે તે ?" ને તરત જ અધીર એવી ચંડાલણીએ આભૂષણ યુક્ત કલાવતીના બન્ને હાથ છેદી નાખ્યા ને અટ્ટહાસ્ય કરતી રાજાજીને એ હાથે અર્પણ કરવા નગર તરફ ગાલી ગઈ - માનવી ન જાણે કે, અમારૂ શું થવાનું છે, - ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust