________________ એકવીશ ભવન નેહસંબંધ 501 પ્રમાણે ગુણસાગર કુમાર મોટા આડંબરપૂર્વક પરણવાને આવ્યું જ્યારે કુમાર તોરણે આવી ઉભા રહ્યો ત્યારે મંગલમય વાજિંત્ર વાગવા લાગ્યા, સૌભાગ્યવંતીએ મંગળ ગીત ગાવા લાગી. ભાટચારણે બિરૂદાવલી બોલવા લાગ્યા. દાન, માનવડે લોકોને સત્કાર કરાતો હતો, કન્યા અને વરપક્ષના કુટુંબીજને જ્યારે બાહ્ય વિવાહકાર્યના આનંદમાં મશગુલ હતા, અન્ય લોકો પણ વરઘોડાના આનંદની મોજ મેળવી રહ્યા હતા ત્યારે તોરણે પખવાને ઉભેલો વરરાજા ગુણસાગર જુદા જ વિચારોમાં મશગુલ હતો વિવાહની સામગ્રીને લેકે જ્યારે બાહ્ય દૃષ્ટિથી જોતા હતા ત્યારે ગુણસાગર અંતરદષ્ટિથી તેની તુલના કરવા લાગ્યો. અરે આ બન્ને બાજુના વૈવાહિક પુરૂષના નામ સાર્થક છે. જો કહેતાં નિશ્ચય અને વારિ વાહનત સંસાર સારે પતના વહિવટ એ રીતે વૈવાહિકા શબ્દ થયે. સેપારીના આરોપણ વડે તેઓ પુણ્યને વિષે પાપનું આરોપણ કરે છે. શરાવ સંપુટના ભાગવા વડે હવે તારાથી ધમ સાધી શકાશે નહિ એ ધર્મને તું અત્યારથી જ હવે ભાગી નાખે છે, એ સૂચવે છે. શેરડીથી પિખવા વડે હવે તારે ગૃહસ્થધર્મ ચલાવવા માટે જીવહિંસા કરવી પડશે. મુશલથી પખવા વડે તારે હવે આ મુશલની માફક સંસા૨માં જીવેને ખાંડવા પડશે. ધોંસરૂ-યુગ વડે કરીને આજથી આ નારીરૂપી જોતરૂ તારે ગળે વળગે છે તે તારે સહન કરવું પડશે અને તકલીથી સૂચવે છે કે તારે હવે કર્મરૂપી સત્રને કાંતી એકઠા કરવા પડશે –પાપના ભારથી ભારે થવું પડશે, ; માયરામાં પ્રવેશ કરતાં એમ સૂચવે છે કે આજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust