________________ પ૦૦ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એવાં લગ્નથી લાભ શું ? છતાં પણ હે માતા ! તું મારે માન્ય છો જેથી તારૂં એ વચન હું અંગીકાર કરું છું, કન્યાઓ સાથે લગ્ન કરી તારી ઈચ્છા પૂર્ણ થયા બાદ તારે મને બીજુ કેઈ કારણ બતાવી અટકાવવો નહિ. કારણકે વ્રતગ્રહણ કરવાનો નિશ્ચયવાળે હું વ્રતને તે જરૂર ગ્રહણ કરીશ અને તેથી જ કન્યાના માતાપિતાને પણ મારી દીક્ષાની વાત જણાવવી. જેથી તેમને ઠગવાપણું રહે નહિ.” પુત્રે માતાની વિનંતિ માન્ય કરી. રત્નસંચય શેઠે કન્યાના પિતાને પોતાના મકાને તેડાવી તેમને સ્પષ્ટ વાત જણાવી દીધી, “શેઠ ! આપણે પ્રથમ વિવાહ સંબંધી વાતચિત થતાં જે સારુ કબુલ કર્યું છે તે વાત છે કે સત્ય છે તથાપિ એક વાત તમે સાંભળો, લગ્ન થયા પછી તરત જ મારે પુત્ર દીક્ષા ગ્રહણ કરશે માટે જે તમારી ઈચ્છા હોય તો લગ્ન કરો યા તો વિવાહ તોડી નાખો. શેઠની આ વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા, સૌ કોઈ પોતપોતાને ઘેર આવી પોતપોતાની કન્યાને પૂછવા લાગ્યા. તે સમયે કન્યાઓએ પોતાનો નિશ્ચય કહી સંભબાજો, કન્યા એકવાર અપાય છે, બે વાર નહિ. માટે તાકીદે વિવાહ કરી નાખો. અમે પણ એની ગૃહિણી–સ્ત્રી શબ્દથી સફળતા માની એની સાથે સંયમ આદરશું. જો તમે દાગ્રહ રાખી લગ્ન નહિ કરશે તો પરણ્યા વગર પણ અમે તેની પાછળ દીક્ષા ગ્રહણ કરશુ એ અમારે નિશ્ચય છે? કન્યાઓએ પણ પોતાનો નિશ્ચય સંભળાવી માતપિતાને ચેતવી દીધા. * માતાપિતાએ રાજી થઈ રત્નસંચય શ્રેષ્ઠીને એ સમાચાર જણાવ્યા ને વિવાહની તૈયારી થઈ ગઈ, કુલાચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust