SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ == == જજ ખાય અને વયાગર ઉમે ઉભે ન કરી રહી છરમ ભ્રમ 494 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તમાં સ્ત્રીઓને જે આવો પતિ ન મલે તો એમનો અવતાર એળે ગયો સમજ આપણે પણ પરણશું તો આ નવજવાનને, નહી તો અગ્નિ , શરણ, પણ અન્ય વરને વરશું નહિ.” એ આઠે કન્યાના માતા પિતાએ કન્યાને નિશ્ચય જાણી 'પ્રસન્ન થઈ પોતપોતાની પુત્રીઓને નિશ્ચય રત્નસંચય શ્રેષ્ઠીને જણાવ્યો. એ શ્રેષ્ઠીઓની વિનંતી રત્નસંચય શેઠે સ્વીકારી લીધી ને આઠે કન્યાઓ સાથે વિવાહ નક્કી થયા. પિતાના વિશાળ અને રમણીય મહાલયની અટારીયે ઉભે ઉભે ગુણસાગર કુમાર ત્યાર પછીના એક દિવસે નગરીનું અવલોકન કરી રહ્યો હતો, ત્યારે તપથી કૃશથયેલા એક મુનિને ગેચરી અર્થે નગરમાં ભ્રમણ કરતા જોઈ "ગુણસાગર કુમારની નજર તે મુનિ ઉપર પડી અને ત્યાંજ ભી ગઈ. “આ મુનિનો વેષ કેવો આનંદકારી છે. ભૂમિ તરફ દૃષ્ટિને સ્થાપન કરતા તેઓ ઇંદ્રિયોને ગેપવી મંદ ગતિએ કેવા ગમન કરી રહૃાા છે? આવું મુનિપણે મેં પણ કયાંક અનુભવેલું છે. મુનિને જોઈ વિચાર કરતો ગુણસાગર ત્યાં જ એકદમ મૂચ્છિત થઈ ગયો . માતાપિતાદિક પરિવાર ઝટ દોડી આવી મૂછ વાવાના અનેક પ્રયત્ન કરવા લાગ્યો, કઈ શિતલ જલથી સિંચન કરવા લાગ્યા. કઈ વીંઝણ વડે પવન નાખવા લાગ્યા. એવી રીતે અનેક ઉપચાર વડે જ્યારે ગુણસાગર સ્વિસ્થ થયો ત્યારે દુ:ખી થયેલા તેના પિતાએ પૂછયું. “િહે પુત્ર! અકાળે તારા શરીરને આ શું થયું ? નગરમાં વિહાર કરતી કેઈ રૂપવતી લલિત લલનાને જોઈ તને સૂચ્છ આવી કે શું ? અથવા સામંત કન્યા કે મંત્રીની કન્યાને અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy