________________ એકવીશ ભવને નેહસંબંધ 43 એ ગજપુરમાં અનેક રત્નોને સંચય કરનારો નામ પ્રમાણે ગુણવાળે રત્નસંચય નામે શ્રેષ્ઠી રહેતો હતો તેને સતીઓમાં શિરોમણિ અને સારા લક્ષણ વડે યુક્ત સુમન ગલા નામે પત્ની હતી. બન્ને એક બીજાને યોગ્ય હોવાથી. સુખી, સંતોષી હતાં, ભાગ્યની અનુકૂળતાથી આ યુગલે પિતાનો કેટલોક કાળ સુખમાં પસાર કર્યો. ત્યારે તેમને ત્યાં લક્ષ્મીને યોગ્ય એવા એક ભાગ્યવંત પુત્રને જન્મ થયો એ નશીબવાળા સ્વરૂપવાન પુત્રના અદ્ભૂત ભાગ્યને જોઈ પ્રસન્ન થયેલા શ્રેષ્ઠીએ નગરમાં આશ્ચર્યકારી જન્મ મહોત્સવ કર્યો, ગર્ભ ધારણ સમયે માતાએ સ્વપ્નામાં શ્રેષ્ઠ એવા સાગરનું પાન કરેલું હોવાથી એ સ્વપ્નથી સૂચિત માતાપિતાએ પુત્રનું નામ રાખ્યું ગુણસાગર, પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો ગુણસાગરા વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને પોતાની કાલી ભાષામાં આનંદ પમાડતો તેમજ નગરની નારીઓથી રમાડાતો. ગુણસાગર કલા અભ્યાસને કરતો સ્ત્રીજનને પ્રિય એવા. યૌવનમાં આવ્યો. સ્વરૂપે સુંદર ગુણસાગર નવીન યૌવન વયમાં તે અધિક સ્વરૂપવાન-તેજસ્વી થયો, નગરની બાળા. શું કે તરૂણી શું. દરેક યુવતીઓ ગુણસાગરને સ્નેહની નજરે જોવા લાગી. તો પણ જળથી કમલ જેમ અલિપ્ત રહે તેમ ગુણસાગર સ્ત્રીઓની દષ્ટિરૂપી બાણથી યુવાનીમાં પણ વીંધાય નહિ. એક દિવસે એ ગુણસાગરને તે નગરના રહેવાસી. કેઈ શ્રેષ્ઠીઓની ગુણસુંદરી આદિ આઠ કન્યાઓએ માર્ગમાં જતાં જે, પોતાના મિત્રની સાથે જતા ગુણસાગરને જોઇ તેમની મનહર શરીરકાંતિથી મોહ પામેલી એ આઠે કન્યાઓની દૃષ્ટિ ત્યાંજ ગુણસાગરમાં સ્થંભી ગઈ. “જગ Gun Aaradhak Trust