________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 491 - સિંહાસનારૂઢ નવા રાજાને મંત્રી, સામંત આદિ મોટા મેટા રાજપુરૂષો ભેટછુ ધરી નમ્યા, નવા રાજા. પૃથ્વીચંદ્રને જોઈ એમના માતા પિતા પણ અતિ હર્ષ વંત થયા, ના પિતાની આજ્ઞાથી ઈચ્છા નહિ છતાં રાજ્યારૂઢ થયેલા રાજા પૃથ્વીચંદ્ર રાજ્યલક્ષ્મીમાં અનાસક્ત પણે રાજ્યનું પાલન કરવા લાગ્યા. નવા રાજાએ પોતાના રાજ્યમાં, હિંસાનાં સાધન બંધ કરાવી અમારી પ્રવર્તાવી, ખોટા કર માફ ક્ય. કેદીઓને કારાવાસમાંથી મુક્ત કરી સર્વત્ર રાજ્યમાં શાંતિ પ્રસરાવી. રાજાની માફક રાજ્યની પ્રજા પણ વિથા-કુથલી છડી નીરંતર ધર્મકથા કરવા લાગી. જૈનશાસનની શભા વૃદ્ધિ પામે તેવાં અનેક કાર્યો થયાં : પ્રજાએ પણ રાજાના માર્ગને અનુસરી “યથા રાજા તથા પ્રજાએ જગતની કહેવત સાચી પાડી. એવી રીતે ધર્મમય રાજ્યને કરનારા પૃથ્વીચંદ્ર નરપતિ એકદા રાજ્યસિંહાસન ઉપર બેઠા હતા, ત્યારે દ્વારપાલે આવી નમસ્કાર પૂર્વક વિનંતિ કરી. “દેવ ! આપના દર્શનને અભિલાષી સુધનનામે શ્રેષ્ઠી–સાર્થવાહ હાથમાં ઉપહાર લઈ દ્વાર આગળ. ઉભો ઉભો સભામાં પ્રવેશ કરવાની રજા માગે છે.” પ્રતિહારીની વાણી સાંભળી રાજાએ તેને પ્રવેશ કરવા માટે આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા પામી દ્વારપાળ ચાલ્યો ગયો. . - પ્રફુલ્લિત વદનવાળા સુધન શ્રેણી હાથમાં ભેંટણ. સાથે રાજસભામાં પ્રવેશ કરી, રાજા આગળ ભેટશું મૂકી, પ્રણામ કરી બે હાથ જોડી આગળ ઉભો રહ્યો. , રાજાએ એનું સન્માન કરી પૂછયું, “ક્યાંથી આવે છો? રાજસભામાં કેમ આવ્યા છો ? શુ કાંઈ નવીન સમાચાર લાવ્યા છો ? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust