________________ 490. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માનીશ-મારું જીવન સફળ થયું માનીશ, તો આ રાજ્યનો સ્વીકાર કરી અને સુખી કર.” રાજાની સ્નેહયુક્ત વાણી સાંભળી કુમાર વિચારમાં પડ્યો. “આ તો દીક્ષામાં મોટી કાંસ ઉભી થઈ.” - “અરે! વિષય વિકાર રહિત એવા વૈરાગ્યવંતને રાજ્યપ્રાપ્તિ એ અસંભવિત-વિરૂદ્ધ વાત છે. કેમકે દક્ષિણ દિશા તરફ ગમન કરનાર શું હિમવંતગિરિ પહોંચી શકે છે? તો આવા વિષમ સંગોમાં મારે શું કરવું ? ' ઘણા સ્નેહવાળા માતાપિતાનો એ અનુગ્રહ છે અને એ અનુગ્રહને ઉપાય પણ ખુબ દુલભ-દુ:ખે કરી કરી. શકાય છે, છતાં વિચક્ષણ જનાએ માતાપિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી જોઈએ નહિ. જે કે હું પણ માત્ર ગુરૂના આવાગમનની માર્ગપ્રતીક્ષા કરી રહ્યો છું તો તે સમય દરમિયાન પિતાનું વચન ભલે પ્રમાણ થાઓ. ગુરૂના આગમન પછી મને જેમ લેંગ્ય લાગશે તેમ કરીશ. ખુબ ડાહપણનો વિચાર કરી કુમારે કહ્યું. “પિતાજી ! આપની આજ્ઞાને હું સ્વીકાર કરું છું. પણ મારા જેવા. કાયર પુરૂષે રાજ્યભાર ઉપાડવા સમર્થ થતા નથી. છતાં આપનો આદેશ મારે પ્રમાણ છે.? * કુમારની વાણી સાંભળી. “શું વિનયવાન છે. તારા જેવા પુત્રોથી રાજાઓના યશ ઉર્વલ છે.” એમ બેલતા રાજાએ કુમારના મસ્તક ઉપર પોતાનો હાથ મુકી સકાર કરી તેની પ્રશંસા કરી. તે પછી સારા મુદ્દ રાજાએ પૃથ્વીચંદ્ર કુમારને. રાજ્યાભિષેક કર્યો. તે નિમિત્તે રાજાએ મેટે મહેસવ આરં. આખાય નગરમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust