________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 37 ચંદ્રવદન પણ પ્લાન થઈ ગયું, ભાવીના અનેક વિચારે કલાવતીના મનમાં આવી ગયા. એક પછી એક વિચારોની પરંપરા મનમાં ગડમથલ કરવા લાગી. મધ્યાહ્ન થયો છતાંય હજી મહારાજને મુકામ જણાતો ન હતોધીરે ધીરે સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ સિધાવી જતો હતો. છતાંય ક્યાંય ઠેકાણું નહોતું. શંખપુરથી ઘણે દૂર નિકળી જવા છતાં પણ હજી ભયંકર જંગલ આવેલું ન હોવાથી રથને ભટ્ટ પુરપાટ દોડાવે જતો. બીજી તરફ - સૂર્ય પણ નારાજ થઈને પોતાનો પ્રકાશ સંઘરી લેવાની તૈયારી કરી રહ્યો હતો, જાણે આ અકાર્યથી નારાજ થયો કે શું ? કલાવતી હવે વૈર્ય ધરી શકી નહી. અતિ સહનશીલ હોવા છતાં પણ હવે તો હિંમત હારી ગઈ, આ પુરૂષ મને ક્યાં લઈ જશે ? સાંજ પડવાની તૈયારી હતી, છતાંય હજી જંગલને માર્ગ અને દેડાવે જતો જોઈ અકળાઈને બોલી અરે દુષ્ટ ! તું મને છેતરે છે કે શું ? આ તો ભયંકર - જંગલ આવતું જાય છે. મહારાજ તે અહી કયાંથી હોય? નથી તો ઉદ્યાન કે નથી જનોને કોલાહલ કે અશ્વોના હણહણાટ બોલ ! આ બધું શું છે? સાચું કહે ? ગુસ્સાથી લાલચેળ કલાવતી બની ગઈ . . . ભટ્ટ હવે ભરજંગલમાં આવી પહોંચે હતે. કલા-- વતી રાજરાણીને ક્રોધાયમાન જઈ પોતે પણ થથરી રહ્યો હતો. જેને માટે અત્યાર સુધી જરા પણ અપવાદ સાંભળવામાં આવ્યો નથી એવી આ મહાસતી શ્રાપ આપશે તો - હું નિર્દોષ: માર્યો જઈશ. એમ વિચારી અધોને થોભાવી રથ ઉપસ્થી ઉતરી પડ્યો “માતાજી ! મહાદેવી! ક્ષમા કરે. હું નિરપરાધી છું, રાજાને હુકમ આ પાપી પેટને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust