________________ એકવીશ ભવનો નેહસંબંધ 457 થાઓ. ગુરૂ મહારાજે મહરાજાનું તેમજ તેમના કુટુંબનું ટુકમાં વર્ણન કહી સંભળાવ્યું, રાજશેખર રાજાએ માનતુંગ રાજાની સંમતિથી ગુરૂ મહારાજને દીક્ષા આપવાની પ્રાર્થના કરી, જેથી કેવલી ભગવાને કહ્યું. “તમને એ ગ્ય છે માટે વિલંબ કરશે નહિ. બન્ને રાજાઓએ જયભૂપતિને પોતપોતાના રાજ્ય સંભાળવા વિનંતિ કરી ત્યારે જયભૂપાળે કહ્યું. “મારો અભિગ્રહ પૂર્ણ થવાથી હું પણ દીક્ષા લઈશ.” ત્રણે રાજાઓએ દીક્ષાનો નિશ્ચય કરી પુણ્યવાન કુસુમાયુધને ત્રણે મહારાજે અર્પણ કરી કેવલી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા માટે તૈયાર થયેલી પ્રિયમતીને પિતા અને પતિએ સમજાવી દીક્ષા લેતાં અટકાવી બાળરાજાને પાલન પોષણ કરવાની ભલામણ કરી, જેથી તેણીએ દક્ષિાને વિચાર છેડે સમય મુલતવી રાખ્યો, કુસુમકેતુ - કુસુમાયુધ રાજા યોગ્ય ઉમરને થતાં પિતાના રાજ્યમાં આવ્યો, ત્યાં રહીને સર્વ રાજ્ય સમૃદ્ધિને ભેગવવા લાગ્યો. સામંત આદિ પરિવાર વડે વૃદ્ધિ પામતો પુણ્યના ફળરૂપ સુખને ભોગવવા લાગ્યો, ચાર ચાર રાજ્યને ધણી તેમજ સંસારના દિવ્ય સુખોને ભોગવનાર છતાં એ ભાગોમાં એનું મન લીન થતું નહિ કે જેવું મન પિતાએ આચરેલા માર્ગમાં લીન થતું હતું, જેથી તે શ્રાવકનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust