________________ 454 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિવેકી જ! મારે આશ્રય કરી મુક્તિ નગરીમાં જાઓ, ત્યાં તમને કઈ હેરાન કરી શકશે નહિ. એ મુક્તિનગરી (નિર્ભય નગરી)માં જવા માટે તમારે નિ:સરણીની ખાસ જરૂર છે પણ આજે નિ:સરણી (ક્ષપકશ્રેણિ)નો વિરહ હોવાથી તમે વિવેકરૂપ પર્વત ઉપર ચઢી જાઓ કે ત્યાં તમને મેહના સુભટો હેરાન કરશે નહિ” એ પ્રમાણે કહી ચારિત્ર ભૂપતિએ સદાગમની સાથે વિવેકપર્વત ઉપર ચઢાવ્યા, પછી તો વિવેકારૂઢ થયેલા એ પ્રજાજનને જોઈ આપણા સુભટો પાછા પડવા લાગ્યા. વિવેકારૂઢ થયેલા તે પુરૂષ કેવલજ્ઞાનથી મુકિતનો માર્ગ જોઈ ત્યાં ચાલવા લાગ્યા. તે વારે નામ, ગોત્રાદિક ચારે તમારા બાંધવા એમને પકડવા ધસ્યા પણ તેય નિરાશ થઈને પાછા ફરી ગયા છે તેમને આ બધો પોકાર છે, તો હે દેવ ! અત્યારે વ્યર્થ પ્રયાસ કરવાથી શું ? અવિવેકની વાણી સાંભળી મહારાજા ઝંખવાઈ ગયો. * . અરે ! અરે ! આટલી બધી વાત આગળ વધી ગઈ છે? તો પણ તું હવે બધા પ્રાણીઓને અજ્ઞાન રૂપી. મદિરાનું પાન કરાવ, કે જેથી તેઓ અધર્મમાં પણ પ્રીતિ. વાળા અને મોહનૃપની વાણી અંગીકાર કરી અવિવેકે" તુરત જ એ વાતનો અમલ કરી રાજાને સમાચાર આપ્યા છતાંય મહારાજ અવિવેકને સાથે લઈ નગરેનગર ભમવા લાગ્યો તો લોકોને અજ્ઞાનરૂપી મદિરાથી નષ્ટ ચેતના વાળા થઈને યોગ્ય કે અયોગ્ય શું ? ખાવા યોગ્ય શુ કે અભક્ષ્ય શું ? ધર્મ શુ કે અધર્મ શું ? એવા કાર્યાકાર્યોથી રહિત જેયા, પણ પોતાની માસીના નગરમાં લેકેને ધર્મ ધર્મ કરતા જોઈ મુખ મચકોડતો મેહપ' એ “અરે ! શુ આ લેકેને તેં મદિરાપાન કરાવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust