SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પ્રાણીઓને પોતપોતાના પંજામાં જકડીને સંસારમાં સ્થિર કરતા હતા. પુત્રના પરાક્રમથી પ્રસન્ન થયેલે રાજા કર્મ પરિણામ એક દિવસે પોતાની પ્રિયા કાલપરિણતિને કહેવા લાગ્યો. મોહકુમારને રાજ્ય પર સ્થાપન કરી આપણે હવે સુખે સુખે કાળ નિર્ગમન કરીએ, કાલપરિણતિએ પણ તે વાત અંગીકાર કરવાથી મેહકુમારને રાજ્યપર સ્થાપન કરી બાકીના કુમારને તેમની શક્તિ યોગ્ય અધિકારપદે સ્થાપન કરી કર્મપરિણામ રાજા રાજ્ય ભાસ્થી નિવૃત્ત થઈ નારાજ મેહનાને શિખામણ આપવા લાગ્યું “હે વત્સ ! પહેલાં યુવરાજપણમાં પણ તું જગતપર સર્વ સત્તાધિકારી હતો. ને હવે તો રાજતેજથી વધારે પ્રતાપવાળે થઈ સામ્રાજ્યનું રક્ષણ કર કે જેથી કોઇપણ પ્રાણું આપણા સામ્રાજ્યમાંથી છટકી શકે નહિ. 2 જગત ઉપર મોહરાજાનું સામ્રાજ્ય એ રીતે સારી રીતે જામે છે. એક દિવસે સંસાર નગરમાં બૂમાબૂમ મચી રહી. મોટા કેલાહલ થયો, “હે સુભટ ! દોડો! દોડો! આ ચારિત્રરાજાનું-ધર્મરાજાનું સૈન્ય ધસી આવ્યું છે તે પ્રજાના લોકેને-આપણી પ્રજાને હરી શિવનગરીમાંપોતાની નગરીમાં લઈ જાય છે.” મોહરાજાની સભામાં આ પોકાર પડવાથી ક્રોધથી ધમધમતો મહારાજા ધર્મરાજની સામે યુદ્ધ કરવાને તૈયાર થયો. દરે મંત્રી ! આ શુ જુલમ ! એ કેણ બે માથાને છે કે મારી છાયામાંથી મારી પ્રજાને હરી જાય છે ? હે. રાગદ્વેષ સુભટ ! અદ્વિતીય પરાક્રમવાળા તમે તમારી સેના સાથે તૈયાર થાઓ ! હે મિથ્યાત્વ મંત્રી ! રાજની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy