________________ 440 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “તમારે મનોહર અને રાજ્યભાર ઉપાડવાને સમર્થ પુત્ર થશે.” - રાજાના શબ્દ સાંભળી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. પટ્ટદેવીને જે જે દેહદ થયા તે રાજાએ પૂર્ણ કર્યા. અન્યદા ગ્રીષ્મ ઋતુના કલેશકારી દિવસે આવી પહોંચ્યા. એ ગ્રીષ્મ રૂતુના એક દિવસે આત્માને શાંતિ આપવા રાજા પટ્ટરાણી સાથે સર્વ રૂતુ ફલદાયી ઉદ્યાનમાં ગયે. કપૂર અગરૂ, કસ્તુરી મિશ્રિત શીતલ વાવનાજીમાં કીડા કરી દ્રાક્ષના માંડવામાં પરિશ્રમ ઉતારતો બેઠો. તે પછી હાથમાં વીણાને વગાડતો કિન્નરોના મનને મોહ પમાડે તેવાં એક પછી એક મનોહર ગીત શરૂ કર્યા. પટ્ટદેવીના આનંદને માટે રાજા શું શું કરતો નહિ? આ સ્વરૂપવાન, ગુણવાન અને શુરવીર રાજા શ્રીજયના ગુણથી પ્રસન્ન થયેલી વનદેવી એની સાથે રમવા મનેહર રમણીનું સ્વરૂપ કરી રાજા આગળ પ્રગટ થઈ. હા, ભાવ અને ચારૂ વચનવડે રાજાની પ્રાર્થના કરી, પરસ્ત્રીના નિયમવાળા રાજાએ એનો તિરસ્કાર કરી એની નિર્ભ સના કરી. રાજાને સમજાવતાં તે સ્ત્રી બોલી. “હે સ્વામિન ! હું પરસ્ત્રી નહિ પણ તમારા ગુણોથી અનુરક્ત થયેલી વિનદેવી છું, તો મારી ઉપર પ્રસન્ન થઈ મને અંગીકાર કરે, પટ્ટરાણી પ્રિયમતીને સમજાવી મેં નગરમાં મોકલી દીધી છે. રાજન ! કેવી રૂપાળી એકાંત શાંતિ છે?” મા રે દુઝે ! નિલજે ! પાપિનિ ! તુ સુરજાતિને પણ લજવનારી છે. ધિગ છે તારી જાતને ! દૂર થાય છે કે નહિ મારી નજર આગળથી? રાજાનો રોષ જાણી દેવી અત્યારે તો અદશ્ય થઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust