SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો. નેહસંબંધ 433 આવ્યા. ત્યાં જાણે શેઠને ખુબ ધન આપી રાજી કર્યો. ત્યાંથી પિતાનું સિદ્ધરસનું તુંબડું લઈ ધનપુર નગરમાં આવ્યો. માતપિતાના ચરણમાં નમી સ્વજન અને જ્ઞાતિજનને માનવા યોગ્ય થયે રાજાએ પણ તેનો સત્કાર કર્યો, સુમિત્રને યાદ કરતો ગુણધરે કાલાંતરે પણ સુમિત્રને ભૂલી શકે નહિ. ઉદ્યાનમાં રહેલા જ્ઞાની ગુરૂ સુધર્મ મુનિને એક દિવસે ગુણધર વાંદવા ગયો તે સમયે ગુરૂએ જ્ઞાનથી એનો વૃત્તાંત જાણી કહ્યું, “હે સૌમ્ય ! મેહથી મૂઢ થયેલાની માફક મિત્રને માટે તું શેક શું કરવા કરે છે? મિત્ર અને શત્રનું સ્વરૂપ તું જાણતો નથી. " એમ કહી જિનપ્રિય અને મેહનનો સંપૂર્ણ ભવ તેને કહી સંભળાવ્યું. તે પછી ગુણધર અને સુમિત્ર સુધીની સર્વ કર્મકથા કહી દીધી. પૂર્વભવના અભ્યાસથી આ ભવમાં પણ તારી સાથે તે કપટ મૈત્રીથી રહેતો હતો, તેને જંગલમાં સુતો મુકી નાસી ગયો ને તારા સાર્થને માલીક થઈ બેઠો તેમજ સમુદ્રમાં તને નાખી દેવા તૈયાર થયેલ તે પોતે જ સમુદ્રમાં પડી ગયેલી - નામે સુમિત્ર છતાં કુમિત્ર એવો પાપ બુદ્ધિવાળે તે તને વારંવાર કષ્ટમાં નાખવાના પ્રયત્ન કરતો હતો છતાં ધર્મના પ્રભાવથી તારૂં અહિત તે કરી શકતો નહિ. જે ધર્મના પ્રભાવથી અનેક આફતો તરી પાર થયો છે તે ધર્મમિત્રને જ તે સાચો મિત્ર જાણ, એની સાથે મિત્રાઈ કરી તું ભવસાગર તરી જા. જે મૂઢ જી ગુરૂ ઉપર શ્રેષ કરે છે તે જી રીબાઈ રીબાઈ અકાળમરણે મરી દુ:ખી દુ:ખી થઈ સંસારમાં રડવડે છે. પોતાની આજીવિકાના ભયથી મોહને સાધુઓની નિદા કરી અનેક પાપયુકત મહાગાઢ મિથ્યાત્વ બાંદડ્યું, RCP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy