________________ 432 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઉત્તમ નર જાણી વહાણના માલીકે બધો માલ બતાવી તેની સાથે સોદો કર્યો, પણ પોતાનો માલ થોડાક સમય સુધી ત્યાં વહાણમાં રહેવા દેવા વહાણના માલેક સાથે શરત કરી, ગુણધર નગરમાં જવાની તૈયારી કરવા લાગ્યો. . નગરમાં ખબર પડતાં વ્યાપારીઓ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા ને માલધણીની તપાસ કરવા લાગ્યા ત્યારે વહાણના માલીકે ગુણધર તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું. “માલધણી તો આ ગુણવાન-ભાગ્યવાન છે.” વ્યાપારીઓ ગુણધર સાથે સેદ કરી માલ પિતપિતાને ઘેર લઈ ગયા, તેમને નાણાં પણ ગણી દીધાં ગુણધરે એ નાણું વહાણના માલેકને આપી દીધાં. એ કય. વિક્રયમાં ગુણધરને કેટી દિનારનો લાભ થયો. “સમુદ્ર મારી ઉપર પ્રસન્ન થયે આજે એમ બેલતા. ગુણધરે એ કેટી દિનાર સુમિત્રને આપી દીધા, તોપણ લોભી સુમિત્રની ઇચ્છા તૃપ્ત થઈ નહિ, ને તેણે ચીન દ્વીપ જવાનો વિચાર કર્યો. ગુણધર પણ તેની સાથે કરીયાણાનાં વહાણ ભરી ચીનીષ ચાલ્યો. - ગુણધર ત્યાં પણ પુષ્કળ લાભ પ્રાપ્ત કરી સુમિત્રના સાથે પાછો ફર્યો. માર્ગમાં દુષ્ટ સુમિત્રે રાત્રીને સમયે ગુણ-- ધરને સમુદ્રમાં નાખી દેવાનો વિચાર કર્યો. મધ્યરાત્રીને અંધારી રાત્રીએ દિગ ભ્રમથી પોતે જ સમુદ્રમાં પડી ગયો પ્રાત:કાળે સુમિત્રને ન જોવાથી ગુણધર વિલાપ કરવા લાગ્યો. પણ સેવકેએ તેને સમજાવી શાંત કર્યો. અનુક્રમે તે તામ્રલિપી નગરીએ આવ્યો. થોડા દિવસ ત્યાં મુકામ કરી સુમિત્રની શેધ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ પિતાનાં કરીયાણાં વેચી સાર્થની સાથે ગુણધર વીરપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust