________________ 430 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રની વાણી સાંભળી બધા નાસભાગમાં પડ્યા. સુમિત્ર પણ એ સાર્થને સંકેલી લઈને ઝટપટ ત્યાંથી નાશી ગયો. પછી તો એ કરીયાણાના શકટ-ગાડાનો માલેક , બની સુમિત્ર રાજી થયો. બીજે દિવસ થયો તે દિવસના મધ્યાહ્ન સમયે સુમિત્રના પાપથી પ્રેરાયેલ દાવાનળ પ્રગટ થયો. દાવાનળથી ભય પામેલ સાથે બૂમ પાડતો નાશવા લાગ્યો, માલ ભરેલાં ગાડાં દાવાનળથી દગ્ધ થઈ ગયાં ને ચાકરો પણ નાશી ગયા, સુમિત્ર નશીબને હાથ દેતો નાઠે તે એક ગુફામાં પેસી ગયો ત્યાં તેને ભિલ્લોએ પકડ્યો ત્રણ દિવસ રાખીને એને છોડી મુકયો મહાકષ્ટથી તે પોતાને ઘેર ગયો. સાયંકાળે મૃગયા રમવા નિકળેલો શેખરનામે પેલીપતિ ત્યાં આવી ચડ્યો, ગુણધરને પિતાના માણસેદ્વારા જાગૃત કરી તેની હકીકત જાણું પોતાના સ્થાનકે તેડી લાવી ખાન, પાનથી તેની આગતા સ્વાગતા કરી. પિતાના માણસો મોકલી શેખર પદ્ધપતિએ ગુણધરના સાથેની તેમજ તેના મિત્ર સુમિત્રની તપાસ કરાવી પણ તેનો પત્તો લાગ્યો નહી. બીજે દિવસે પલ્લી પતિએ ગુણધરને સિદ્ધ રસનું તુંબડું આપીને રવાને કર્યો, પોતાના બે માણસો ગુણધરની સાથે તેને યોગ્ય સ્થાનકે પહોચાડવાને મોકલ્યા. ગુણધર પદ્ધીપતિને આભાર માનતે તેના - સ્નેહ અને સૌજન્યનાં વખાણ કરતાં અનુક્રમે વીરપુર નગ- રમાં આવ્યો ત્યાં જીણું વણીકને ઘેર સુખપૂર્વક રહેવા લાગ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust