________________ 426 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુણધર અને સુમિત્ર મોહનને દૂર કર્યા પછી જીનપ્રિય રાજાને કહેવા લાગ્યા. દેવ ! આપને ધન્ય છે કે આપ નિર્ચથ થવાને ઈચ્છો છો, સુખમાં આવા મનોરા ઉત્તમ જીવોને જ થાય છે તો ગુરૂનો જગ પામી આપના મનોરથ સફળ થાય. હું પણ આપને સહાયકારી થઈશ. આપના પુણ્ય પ્રતાપે આપના નગરના ઉદ્યાનમાં ગઈ કાલે શ્રી જયકાંત મુનીશ્વર પધાર્યા છે તેમની પાસે જઈને આપણે આપણું હિત સાધીયે. જીનપ્રિયની વાણી સાંભળી પ્રસન્ન થયેલા રાજા ઉદ્યાનમાં આવી મુનિને નમ્યો ને તેમની ધર્મ દેશના સાંભળી. “હે ભવ્ય ! આ દુ:ખમય સંસારના દુ:ખની શુ વાત. કરીયે ? પુરૂષને જન્મતાં પ્રથમ તે ગર્ભવાસમાં દુ:ખ સહન કરવાં પડે છે. જમ્યા પછી બાલકયણનાં દુ:ખ કયાં ઓછા છે? મલીનપણું ગંદાપણું, વિષ્ટાથી લેપાવું તેમજ મલીન. શરીરવાળા સ્ત્રીના સ્તનમાંથી સ્તનપાન કરવું એ બધું જ્ઞાનીની નજરે ખુબ વૈરાગ્યનું કારણ છે. તારૂણ્યમાં રેગ; શેક, સંતાપ ધન કમાવાનું, અને વિરહજન્ય દુઃખ વગેરે અનેક દુ:ખો રહેલાં છે. અને વૃદ્ધાવસ્થા તો નરી દુ:ખથી ભરેલી છે, તો તે મનુષ્યો! મનુષ્ય ભવમાં પણ સ્વલ્પ જેટલુંય સુખ નથી તે પછી નરક અને તિર્યંચ ભવની આપદાએનું શું વર્ણન કરીયે? મનુષ્ય ભવમાં પણ રંક, ગરીબ અને નિર્ધનને દ્રવ્ય. કમાવાની ચિંતા, ધનિકને ધનના રક્ષણની ચિંતા, વાંઢા નરને સ્ત્રીની અભિલાષા, ત્યારે પરણેલાને પુત્રની ચિતાપુત્ર કે પુત્રી થાય તે પછી એને લગતી ચિંતાને કાંઈ પાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust