________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 425 કેઈન રથ ખલિત થઈ જાય તેથી શું અન્ય જનોએ પ્રવૃત્તિ ન કરવી ? કેઈક પ્રમાદીનું વહાણ સમુદ્રમાં ભાગી ગયું જેથી શું બીજાએ ધન કમાવા સમુદ્રની મુસાફરી ન કરવી ? જવરના રોગવાળા કેઈક ઘી ખાવાથી મરી ગયો જેથી બીજા રોગ રહિત જનોએ પણ ધી ન ખાવું શું ? તેં કહ્યું કે સંસાર થકી તારનાર એવા કેઈ ગુરૂ આજે દેખાતા નથી તે તારૂં પ્રગટ નિવપણું અને ગુપ્ત મિથ્યાત્વ જણાય છે સર્વસંગ રહિત, પંચ મહાવ્રત પાળનાર, પંચ સમિતિ અને ત્રણ ગુદ્ધિથી શોભતા, જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન ગુરૂઓ આજે પણ જોવાય છે છતાં તારા જેવાને એવા ગુણવાન મુનિઓ દેખાતા નથી. કારણકે અંધ માણસ નજર સમક્ષ રહેલા ઘટાદિક પદાર્થો પણ જોઈ શકતો નથી. અરે મૂર્ખ! નિગ્રંથ, સ્નાતક, પુલાક, બકુશ અને કુશીલ એ પાંચ પ્રકારના સાધુઓ તીર્થમાં હોય છે તે પણ શું તું જાણતો નથી ? નિગ્રંથ સનાતક અને પુલાક એ ત્રણ હાલ વ્યુ છેદ છે પરંતુ બકુશ અને કુશીલ જ્યાંસુધી તીર્થ છે ત્યાં સુધી કાયમ રહેશે એ ભૂલીશ નહી, માટે હે મોહન ! જે અનંત ભવભ્રમણને ડર હોય તો આ પાપનું તું પ્રાયશ્ચિત્ત કર-તારા આત્માને નિર્મળ કર.” ( જીનપ્રિયનો મોહનને એ પ્રમાણે ઉપદેશ છતાં મોહને પોતાનું પાપ આલેચ્યું નહિ. જેથી રાજાએ મેહનને રજા આપી પોતાની પાસેથી દૂર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust