________________ 400 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રત્નસારની આતુરતાથી ગિરિસુંદરે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું પિતાના જેષ્ઠ ભ્રાતા ગિરિસુંદરને જોઈ ખુબ ખુશી થયેલ રત્નસાર વડીલ ભાઈને સારી રીતે મો-ભેટયે વડીલનો મેળાપ થવાથી રાજાએ પોતાની ખુશી પ્રગટ કરવાને વર્યાપન મહોત્સવ કર્યો. ત્યાં સુખમાં કેટલોક સમય પસાર થયો. . દેવતાની અનુમતિથી પેલા મહુસેન નામે મિત્રને ગાંધારપુરનું રાજ્ય અર્પણ કરી સારી રીતે શિક્ષા આપીને સપ્તાંગ તેનાથી પરવરેલા બન્ને ભાઈ પોતાના વતન જવાને નીકળ્યા. માર્ગમાં અનેક રાજાએથી પૂજાતા, દેવતાઓ અને વિદ્યાધરો વડે આકાશમાં જોવાતા તેઓ કેટલીક પૃથ્વીનું ઉલ્લંઘન કરી પૃદ્ધ પુર નગરની સમીપે આવી પહોંચ્યા પોતાના બંને પુત્રોનાં આવાગમન જાણી રાજા ઘણે ખુશી થયો અને તેમનો મેટે પ્રવેશ મહોત્સવ કર્યો. અને કુમારે પોતપોતાના માતાપિતાને મળ્યા. ગિરિસુંદરે પણ પેલા પાતાલમાંથી પોતાની પત્નીઓને તેડાવી લીધી રૂદ્ધિસિદ્ધિ જેની હતી તેને હવાલે કરી દીધી. રાજાના પૂછવાથી ગિરિસુંદરે ચોરનો નિગ્રહ કર્યો ને રત્નસારનો મેળાપ થયે એ બધી ય હકીકત કહી સંભળાવી, ગિરિસુંદરની વાત સાંભળી ચમત્કૃત થયેલો રાજા તેમના અદ્દભૂત પુણ્યની પ્રશંસા કરવા લાગ્યું. બાળક છતાં આવાં મહાભારત કાર્ય કરનારને પૂર્વ ભવ કેક હશે? તે જાણવાની રાજાની જીજ્ઞાસા વૃદ્ધિ પામી. - રાજાની આતુરતા જોઈ પુરોહિત બે , “દેવ! કુસુમાકર નામના ઉદ્યાનમાં શ્રી જયનંદન સૂરીશ્વર પધાર્યા છે તે આપની અભિલાષા પૂર્ણ કરશે. પુરોહિતની વાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust