________________ 388 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેના પુણ્યથી આકર્ષાયેલ ક્ષેત્રપાલ વિદ્યાધરની આગળ પ્રગટ થઈને બોલ્યા, “હે વિદ્યાધર ! આ મહાપુરૂષ ભાગ્યવાનનું આગમન ન થયું હોત તો તારી વિદ્યા સિદ્ધ ન થાત બલકે કંઈક તારૂં હું અનિષ્ટ કરત, પણ હવે તો આ પુણ્યવાનના પ્રભાવથી તને હું સિદ્ધ થાઉ છું. યક્ષના વચનથી વિદ્યારે ખુશી થઈને યક્ષની પૂજા કરી. હું જ્યારે યાદ કરું ત્યારે તમારે હાજર થવું ? એમ કહીને યક્ષને રજા આપી, તે પછી વિદ્યાધર રાજકુમારને કહેવા લાગ્યો, “હે મહા સત્ય ! તારે મારી ઉપર મહાન ઉપકાર થયો. તારા પ્રભાવથી મારું કાર્ય સિદ્ધ થયું. તો કહે.. તારું શું કાર્ય કરૂં?વિદ્યાધરની વાણી સાંભળી કુમાર છે. “નગરની રક્ષા કરતાં પર્વતમાં અગ્નિ સળગતે જાણી કૌતુકથી હું તો અહીં આવ્યો હતો છતાં એમાં પણ તમારી મંત્રસિદ્ધિ થઈ તો સારું થયું એ તો ! " ઈચ્છાવગરનો કુમારને જાણી નવાઈ પામતો વિદ્યાધર 9. " એમ ના બોલ ! તું તો મારે ગુરૂ સ્થાનકે છે. માટે કંઈક માગ ! જે કે ગુરૂ આજ્ઞા ખંડન કરવી પાપ છે છતાં મારી પાસેથી રૂ૫ પરાવર્તાની વિદ્યાને ગ્રહણ કર એમ કહીને પાઠસિદ્ધરૂપ પરાવર્તની વિદ્યો રાજકુમારને આપી. એ સમયે " હા તાત ! હા તાત ! હે માતા ! મારૂં રક્ષણ કરે ! એવો કેઈક સ્ત્રીનો રૂદનવનિ કુમારના કણ અથડાયે, શબ્દને અનુસાર કુમાર તે તરફ દોડ્યો ને તપાસ કરી છતાં કોઈપણ દેખાયું નહિ. " અરે ઘણી ગુફાવાળા. આ પર્વતમાં છુપાયેલો પાપી શી રીતે જણાય ? ? વિચાર કરી કુમારે એક નિશ્ચય કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust