________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 387 છે. રાત્રીએ સુભટે ખડે પગે નગરીની રક્ષા કરે છે. દરવાજાએ પણ બરાબર બંધ કરવામાં આવે છે. જરાક પકાર સાંભળતાં હું અને મારા સુભટો દોડાદોડ કરીયે છીએ છિતાં તે પકડાતો નથી-નજરે પણ પડતો નથી. " તલા રક્ષકની વાણું સાંભળી રાજા વિચારમાં પડી ગયે, . . રાજા અને રાજસભાની ભારે મુંઝવણ જોઈ રાજ- * કુમાર ગિરિસુંદર હાથ જોડી રાજાને કહેવા લાગ્યો. “દેવ! મને આજ્ઞા આપો તો સાત રાત્રી સુધીમાં એ દુરાચારીને ગમે ત્યાંથી પકડી આપની સામે હાજર કરીશ. “રાજકુમારની વિનંતિ સાંભળી રાજા બોલ્યો, “પુત્ર! તારા જેવા બાલકથી આ હરામી પકડાય નહિ. જે કાર્યમાં અમારા જેવા પ્રબળ પુરૂષે પણ મુંઝાઈ ગયા છે. એવા દુ:સાધ્ય કાર્યમાં તને જ ચુત નથી. 22 છતાં પણ હે પિતાજી! તમે મને આજ્ઞા કરે સિહનસુત બાળપણામાં ગજેનો મદ ઉતારી નાખે છે એ શુ આપ જાણતા નથી? “રાજકુમારને અતિ આગ્રહ છતાં રાજાએ તેને રજા આપી નહિ. તોપણ રાત્રીને સમયે ખગને ધારણ કરી કુમાર ચેરની તપાસ માટે રાજમહેલમાંથી નિકળી ગયો. ગુપ્તપણે નગરમાં અને નગર બહાર ચેરની જેમ તે ભમવા લાગ્યો, નિર્ભયપણે ભમતો ગિરિસુંદર પર્વતની ગુફામાં, ખંડેમાં, જીર્ણ દેવાલયોમાં તપાસ કરતો રખડતો હતો, ત્યારે ‘પર્વતની અંદર અગ્નિ પ્રાલતો જોઈ રાજકુમાર પર્વતની મધ્યમાં ચાલ્યો ગયે. ... પર્વતની મધ્યમાં કોઈક વિદ્યાધર અગ્નિકુંડમાં અગ્નિ પ્રગટાવી ગુગ્ગલની ગોળીઓ હમતો વિદ્યા સાધી રહ્યો હતો તેની પાસે જઈને “સિદ્ધિરસ્તુ” કુમાર બોલ્યો. જેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust