________________ 384 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અન્ય સ્થળે જવાના સ્વભાવવાળા હોતા નથી. પોતાના વિમાનમાં રહ્યા થકા જેના સકળ મનોરા સિદ્ધ થાય છે, આ લોકમાં પણ બાર દેવકથી ઉપરના દેવતાઓનું આવાગમન હેતું નથી. તેમજ સ્વામી સેવક રહિત ત્યાં સર્વે દેવતાઓ પોતપોતાના વિમાનમાં સમાન ઋદ્ધિ સિદ્ધિ વાળા હોય છે ગમે તેવી દિવ્ય શક્તિઓ છતાં તેમને શક્તિ ફેરવવાની–પ્રગટ કરવાની જરૂર પડતી નથી. શાસ્ત્રની વાતમાં સંદેહ પડે છે તે વારે પોતાના વિમાનમાં રહ્યા રહ્યા કેવલી ભગવાનને મનેવગણ દ્વારા પૂછીને સમાધાન કરી લે છે. દેવાંગનાઓને સહવાસ ન હોવા છતાં તેમને અનંતગણું સુખ હોય છે. લગભગ બે હાથના શરીરવાળા તે દેવતાઓ પોતાના વિમાનમાં દિવ્ય સુખોને ભાગવતા જતા એવા કાળને પણ જાણતા નથી. - પદ્મોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર પિતાના અપૂર્વ ચારિત્રના પ્રભાવથી એવી અનુપમ સમૃદ્ધિવાળા અહ ઈદ્રના સામર્થ્યપણાને પ્રાપ્ત થયા, એ દેવતાઓના અનુપમ સુખનું વર્ણન આપણે મનુષ્ય શું કરી શકીયે? કેટલું કરી શકીયે? આપણે તો એટલું જ કહી શકીયે કે તેમને એક બીજાથી અનંતગણુ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધ હોય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust