________________ = = = એકવીશ ભવને સ્નેહસંબંધ 383 દ્રવ્ય જુગારી શીવ્રતાથી જુગારમાં હારી જાય છે તેવી રીતે પૂર્વે ઉપાર્જન કરેલું સુકૃત વિષયના સેવનથી પુરૂષ હારી જતો નથી શું ? આ જુગારીને અનેક રીતે સમજાવવા છતાં તે જુગારને છોડતો નથી. તેમ આપણે પણ ગુરૂ મહારાજને બહુ ઉપદેશ સાંભળવા છતાં પણ વિષચથી વિરામ પામતા નથી. આ જુગારીને આ લોકમાંજ બંધનાદિ કષ્ટ પ્રાપ્ત થાય છે તેવી રીતે આપણને નરકમાં વધબંધનાદિ પ્રાપ્ત થશે. માટે તે વયસ્ય ! આ દુઃખપૂર્ણ સંસારમાં આત્માને ડુબાવ આપણને ચુક્ત નથી.” પદ્યોત્તરનૃપની વિરક્ત વાણી સાંભળી હરિગ બોલે, * હું મિત્ર ! મારી ઇચછા-ભાવના પણ ઘણા કાલથી સંયમ ગ્રહણ કરવાની છે. પણ તમારો સ્નેહ અને પ્રતિબંધ કરે છે. સંયમની ભાવનાવાળા તેઓ બન્નેએ પોત પોતાના પુત્રને રાજ્યપદે સ્થાપન કરી રત્નાકરસૂરિ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે તેઓ બાર અંગને જાણનારા થયા. તેમનું ચારિત્ર પાલન મોટા મહર્ષિઓને પણ અનુસરવા થોગ્ય થયું. એવી રીતે નિરતિચાર પણે ચારિત્ર પાલતા ને છડું, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ અને માસક્ષમણની તપસ્યા કરતા તેઓનાં શરીર તદ્દન કૃશ બની ગયાં. અંત સમયે તેમણે–એ બન્ને મહામુનિઓએ સંલેખના કરી-અનશન કરી દીધું. પાપની આલોચના કરતા ને શુભ ‘દયાનમાં પરમેષ્ટીના ધ્યાનમાં તત્પર રહેલા તેઓ મનુષ્યનું આયુ પૂર્ણ કરી મધ્યમ રૈવેયકે-પંચમ રૈવેયકને વિષે સત્તાવીસ સાગરોપમના આયુષ્યવાળા મિત્રદેવ થયા-અહું ઈ૫ણાને પ્રાપ્ત થયા. રૈવેયકના દેવતાઓ પિતાની દિવ્ય ભૂમી છોડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust