________________ 330 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુણાકર અને ગુણધર રાજકુમારની સહાયથી મૃત્યુથી બચેલો ગુણધર પોતાના ગામ તરફ ચાલ્યો. માર્ગમાં તેને કોઈ મંત્રવાદી. પુરૂષ મ૯યો તે બન્નેને મિત્રતા થઈ એ મંત્રવાદીને શક્તિસંપન્ન જાણીને ગુણધરે પોતાના દુ:ખની વાત તેને કહી સંભળાવી. મિત્ર બનેલા તેઓ બને મુસાફરી કરતા કેઈક સંન્નિવેશમાં ગયા. ભજનનો અવસર થવાથી પેલા મંત્રવાદીએ કહ્યું. “મિત્ર ! શું ખાવાની ઈચ્છા છે ? માંત્રિકની પરીક્ષા કરવાના હેતુથી ગુણધર બે“ સિંહકેશરીયા મેદક, પણ તે આ જગ્યાએ મલે શી રીતે? 22 મલે ! ' એમ કહીને એ સિદ્ધ પુરૂષે ક્ષણવાર ધ્યાન કરી મંત્ર શક્તિથી સિંહકેશરીયા મોદક ઉત્પન્ન ર્યા. તેની આવી શક્તિથી વિસ્મય પામેલા ગુણધરે તથા બીજા મુસાફરોએ એ મોદક આરોગ્યા. સંધ્યા સમયે ઘીથી. પરીપૂર્ણ ઘેબર, બીજે દિવસે ક્ષીર એ પ્રમાણે એ સિદ્ધ પુરૂષ મંત્રશક્તિથી નવીન નવીન મિષ્ટાન્ન પ્રગટ કરી ગુણધરને તૃપ્ત કરતો હતો. તેની આવી શક્તિથી અજાયબ થયેલા ગુણધરે પૂછયું, હે શક્તીશાળી! હે ઉત્તમ ! આવી શક્તિઓ તને કયાંથી પ્રાપ્ત થઈ? ગુણધરના જવાબમાં મંત્રસિદ્ધ પુરૂષ બોલ્યો. “મહા દારિદ્રથી દુ:ખી થયેલો હું બહ દેશ ભમ્યો ત્યારે કોઈક મંત્ર શક્તિનો જાણનાર કાપાલિક મલ્યો તેની ખુબ સેવા કરી મેં તેને પ્રસન્ન કર્યો. મારી ઉપર પ્રસન્ન થઈને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust