________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 311 જાણુને દેવીએ એક પુસ્તક આપ્યું. પાંચસે રૂપીયા આપે તેને આપજે.” એમ કહી દેવી અદ્રશ્ય થઈ ગઈ કપિલ પુસ્તક લઈને બધા નગરમાં ફર્યો પણ કોઈએ પાંચસે રૂપીયા આપ્યા નહિ. જેથી છેવટે તે ફરતો ફરતો સિદ્ધદત્તના મકાન આગળ આવ્યો. સિદ્ધદત્ત એ પુસ્તક જોઈ એમાંથી પ્રથમ કલોક વાં. “પ્રાપ્તવ્યર્થ લભતે મનુષ્ય: એના તત્વનો નિશ્ચય કરી સિદ્ધદત્ત પાંચસો રૂપિયા આપી દીધા તે લઈને કપિલ પોતાના નગર તરફ ચાલ્યો ગાય પણ માર્ગમાં લુંટારાઓએ મારીને એની પાસેથી રૂપિયા પડાવી લીધા. નશીબ બે ડગલાં આગળનું આગળ રાત્રીને સમયે પિતાએ પાંચસો રૂપિયાની વાત જાણીને સિદ્ધદત્ત ઉપર ગુસ્સે થઈ અપશબ્દ કહેવા પૂર્વક ઘરમાંથી કાઢી મુક, નગરના દરવાજા બંધ હોવાથી દરવાજા નજીક કેઈ દેવમંદિરમાં તે સૂઈ ગયો, પોતાના હાથમાં પુસ્તક રાખીને તે ચિંતારહિત થઈને નિકાધિન થઈ ગયો. પુણ્યજ ભાગ્યવાનોની ચિંતા કરે છે. આ સિદ્ધદત્ત, ' ચંદ્રાભા નગરીના રાજાને એક પુત્રી હતી. તેવી જ રીતે મંત્રી, શ્રેણી અને પુરોહિતને એક એક પુત્રી થઈ. એ ચારે એકજ શાળામાં ભણી ગણી અનુક્રમે યૌવનવયમાં આવી. ચારે સહીપણી હોવાથી ઘણોખરો વખત તે સાથેજ પસાર કરતી હતી.યૌવનવયમાં આવેલી એ ચારે બાળાઓ વિચાર કરવા લાગી. “પિતા આપણને જુદે જુદે પરણાવશે ત્યારે આપણે એક બીજાનો વિયોગ શી રીતે સહન કરશે ? 2. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust