________________ મળવનાર સહન કરી નિવાલા રાજા એકવીશ ભવન નેહસંબંધ 309 નારો થાય છે તે તું પ્રત્યક્ષ જો, ને અદત્તાદાનને નિયમ ગ્રહણ કર.” દેવના કહેવાથી યશે પણ તે નિયમ અંગીકાર કર્યો. બીજે દિવસે દૂરદેશના વ્યાપારીઓ કરીયાણું ખરીદવા આવ્યા. એ વ્યાપારમાં દેવને બમણે લાભ થાય તે જોઈને યશ સત્યશ્રાવક થશે. માટે તે વસુદત્ત ! ન્યાયથી દ્રવ્ય મેળવનારનું કલ્યાણ થાય છે. અન્યાયથી નહિ. માતૃદત્ત દષ્ટાંતપૂર્વક વસુદત્તને ઉપદેશ કર્યો. ' સારી રીતે ઉપદેશપૂર્વક નિવારવા છતાં વસુદત્ત એ કુંડલ ગુપચુપ ઉપાડી લીધું તેથી પ્રચ્છન્ન રહેલા રાજપુરૂષોએ તરતજ એને પકડી લીધો. જેથી માતૃદત્ત ખુબ દુ:ખી થયે ત્યારે એ રાજપુરૂષોએ એને સમજાવ્યું. “ઉત્તમ ! તમે ખેદ ના કરો, રાજા તારી ઉપર પ્રસન્ન થઈને તને ઈનામ આપશે. " “તમે પ્રસન્ન થયા હો તો મારા આ મિત્રને મુક્ત કરો એટલે મને ઈનામ મલ્યું એમ સમજીશ, વધારે ઈનામની મારે જરૂર નથી. બાલ્યસ્વભાવથી આટલો ગુન્હો વિસુદત્તનો માફ કરો. 22 માતૃદત્ત રાજપુરૂષોને વિનંતિ કરી, * રાજપુરૂષો વસુદત્તને મુક્ત કરીને બોલ્યા, “હે મહાપુરૂષ ! તારા વચનથી અમે આને છોડી દીધો પણ તું એક વાર રાજાની આગળ ચાલ. રાજપુરૂષોએ માતૃદત્તને રાજાની સમક્ષ હાજર કરી સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ તેની હકીકતથી માહિતગાર થઇ તેના ઉપર પ્રસન્ન થઈને પોતાના ભંડારને તેને ઉપરી–ભંડારી-કેશાધ્યક્ષ બનાવ્યો, માતૃદત્ત પોતાના નિયમમાં અચળ રહેવાથી રાજાની કૃપા મેળવી સુખી થયે દમાતદત્ત અનુક્રમે સમાધિ પૂર્વક મૃત્યુ પામીને આજ Jun Gun Aaradhak Trust