________________ એકવીશ ભવન નેહસંબંધ 303 એક દિવસે ધન્ય રાજસભામાંથી પાછા ફરતો હતો ત્યારે ટીલાંટપકાં કરેલે એક ભિક્ષુક મળ્યો. “સુનંદપુરથી આવેલા આ વિપ્રને કંઈક દક્ષિણા આપો. " એ ભિક્ષુકે એની આગળ પ્રાર્થના કરી. પિતાના નગરનો બ્રાહ્મણ જાણી ધન્ય તેને પિતાને ઘેર તેડી લાવ્યો. મેદક વગેરેથી એને તૃપ્ત કરી માતા નામની મુદ્રિકા આપી એને વિદાય કર્યો. વિપ્રે સુનંદપુર આવીને ધન્યના માતા પિતાને ધન્યનો લેખ આપી કુશલ સમાચાર કહ્યા. ધન્યની કુશળતા તેમજ રાજ્ય પ્રાપ્તી થી ; પિતાએ ખુશી થઈ વર્યાપન મહોત્સવ કર્યો ધન્યની કુશળતા અને રાજ્યપ્રાપ્તીથી પાછી વરણને ચિંતા થઈ " અરે એવા ભયંકર જંગલમાં એ જીવતે રહ્યોજ શી રીતે ? રાજ્ય લક્ષ્મી અને રાજ્ય સુતા પર એ તો નવાઈની વાત ! જો અહીં આવશે તો મારી વાત : ખુલી પડી જશે, માટે ત્યાં જઈ એને કંઈક ઉપાય કરવા દે, ... માતા પિતાની રજા લઈ ભાઈને જવાના બહાને તે ધિરણ સુભદ્રનગર આવીને ભાઈને મો ધન્ય પિતાના ભાઈને મલવાથી ઘણે ખુશી થયો ધન્યની સમૃદ્ધિ જોઈ ધિરણ વિચાર કરવા લાગ્યો “ધર્મને જય, આ જગતમાં સત્ય છે તે જોકે ધન્યના દષ્ટાંતથી સાબિત થયું છે. છતાં હું કંઈક એવું કરું કે જેથી એની સમૃદ્ધિ બધી હવામાં ઉડી જાય ને દુ:ખી દુ:ખી થઈ જાય.” 4. મનમાં વિચારને ગોપવી એણે શેડો કાલ પસાર કર્યો નગરમાં રાજા વગેરે સર્વને ધરણ માનિતો થયો, ધન્યને ભાઇ, હેવાથી નોકર, ચાકર તેમજ નગરના લેકે પણ AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust