________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 297 દયારૂપી વ્રતના આરાધવાથી મેં વિચાર કર્યો. “આ મુનિએ સારૂં કર્યું, કારણ કે આ સ્ત્રીઓ કદાચ કે પાયમાન થઈ જશે તો પણ હવે મારૂં અનિષ્ટ કરી શકશે નહિ. જેથી આ મુનિને મારે દરેક અંગમાં પાંચ પાંચ પ્રહાર કરવા હતા તેમાંથી એક ઓછો કરી હવે ચારચાર પ્રહાર કરીશ.” મૃષાવાદ વિરમણવ્રત. એ મુનિએ ત્યારપછી આગળ ચલાવ્યું. “હે શ્રાવિકાઓ ! ત્રણ વર્ગને સુખકારી તેમજ સ્વર્ગ અને મોક્ષને આપનારી સત્યભાષા તમારે બોલવી. કારણ કે સત્યવાદી સર્વને પ્રિય તેમજ વિશ્વાસપાત્ર હોય છે. દેવતા અને દાનવો પણ એની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તો માનવીની તો વાતજ શી? સત્યવાદીને જલ, અગ્નિ આદિ તેમજ બીજી દિવ્ય વસ્તુઓ પણ અનિષ્ટ કરતી નથી. લોકો પણ તેના નિર્મલ - ચશનો ચારે બાજુએ વિસ્તાર કરે છે. જેવી રીતે સત્ય વચન અનેક લાભને કરનારૂં છે તેવી રીતે અસત્ય વચન નિંદનીય છે. જુઠ બેલનારાને માતા, પિતા, ભાઈ કે મિત્રો કે વિશ્વાસ કરતા નથી. અલીક વચન બોલનારા જીવો મુખના રેગવાળા, અનાદેય કર્મવાળા મુંગા, દુઃસ્વરવાળા થાય છે. અસત્યલનારા જીને જિહવા છેદાદિ દુ:ખે પણ સહન કરવાં પડે છે, વધારે શું કહીએ અમૃતભાષી જનો–ખલ પુરૂષ સર્ષ સમાન કહ્યા છે. માટે હે વિવેકશાલિની! તમારે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી પણ કદાપિ જુઠું બોલવું નહિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust