________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 287 શ્રી સુરસુંદરસૂરીશ્વર એક દિવસે રાજસભામાં બેઠેલા રાજાને વનપાલકે આવીને નમસ્કાર કરી રાજાની બિરૂદાવલી બેલતાં વિનંતિ કરી. “મહારાજ ! આપને જય થાઓ ! વિજય થાઓ ! પુષ્પશાલ વનમાં મૂર્તિમાન ધર્મ હોય એવા મુનિ સમુદાયથી પરવારેલા શ્રી સુરસુંદર ગુરૂમહારાજ પધારેલા છે. વનપાલકની વાણી સાંભળીને રોમાંચ અનુભવતા રાજાએ ખુબ દાન આપી વનપાલકનું દારિદૃરૂપી વૃક્ષ છેદી નાખ્યું. - સૂરીશ્વરને વાંદવાને ઉસુક થયેલ રાજા પુત્ર કલત્ર અને સ્ત્રી આદિકના પરિવાર સાથે મોટા આડંબર પૂર્વક વાંદવાને ચાલ. ગુરૂની પાસે આવી નમીને તેમની સ્તુતિ કરતો તે ધર્મ સાંભળવાને તેમની આગળ બેઠો. સુરીશ્વર પણ આ યોગ્યજીવો જાણીને ધર્મદેશના દેવા લાગ્યા.. - “હે ભવ્ય ! જન્મ, જરા, મૃત્યુ, રોગ, શેક અને ભયથી આકુળ વ્યાકુળ એવી દુર્ગતિને વિષે પાપના ફળરૂપ અનંતકાલ પર્યત મહાદુઃખ ભેગાવ્યાં છતાં હજી પણ સંસાર તરફ ઉદાસીનતા થતી નથી, ને ધર્મને વિષે નિરૂઘમી થઈને સંસારમાં રાચી માચી રહ્યા છો. પણ હવે પ્રમાદનો ત્યાગ કરી યત્નથી ધર્મનું આરાધન કરે, કારણકે- આ જગતમાં તો પ્રાણીઓને પ્રમાદ સમાન કેઈ શત્રુ નથી ત્યારે ધર્મ સમાન કેઈ મિત્ર નથી. , / मज विषयकसाया, निद्दा, विगहा य पंचमी भणिया। * પંપ પમાયા, નીલું પાઉંતિ સંસારે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust