________________ 284 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર = કુમાર ત્યાં લતાકુંજમાં આવીને વેગ્ય આસને બેઠે પુષ્પાકુમારીને પોતાના નેત્ર વડે જઈ દર્શનના ફલને પ્રાપ્ત કરતો રાજકુમાર બાળાને એક દષ્ટિએ તો એની ઉપર રાગવાળા થયો. બન્ને એકબીજાને જોવા લાગ્યાં. એક સરખી વયવાળાં, રૂપવાળાં અને ગુણવાળાને પરભવના સારા સંસ્કારથી પ્રીતિ થતાં વાર લાગતી નથી. પ્રીતિથી પ્રસન્ન થયેલો કુમાર બો૯યો “હે સુંદરી ! તમારો વીણા ઉપર કાબુ સારો જણાય છે તો મારા મનના વિનોદને માટે કંઈક ગાવ. 27 કુમાર ! તમારા દર્શનથી ક્ષેભ પામેલા આ અમારાં બહેન પુષ્પા લજજા વડે નમ્ર મુખવાળાં હવે વીણા ઉપરનો પિતાને કાબુ જમાવી શકશે નહિ. માટે હવે તો આપજ એ વીણાને બજાવી એના હદયને આનંદ આપે, એમ કહીને સુદત્તાએ વીણું રાજકુમારના હાથમાં આપી. વીણાને ગ્રહણ કરી રાજકુમાર પોતાના હાથની કોમલ અંગુલીઓને એના તાર ઉપર ફેરવતો પિતાનો કાબુ એનાપર જમાવવા લાગ્યો. સખીઓની પ્રશંસા સાંભળતે છતે રાજકુમારે વીણાના તારની ઝણઝણાટી સાથે પોતાના કોમળ કઠના સુર આલાપ સંલાપપૂર્વક મેળવી દીધા. કુમારના મધુરા ગાનથી સખીઓ મસ્તકને પ્રણાવતી ખૂબ આનંદ પામી - વીણાના મનોહર અને મધુરા ગામની મોજ માણતા બધાં આનંદથી ડોલી રહ્યાં હતાં. સ્વર્ગીય સંગીતના રસની છોળો ઉછળી રહી હતી. એ મસ્ત આનંદમાં પુષ્પાની ધાવમાતાએ આવીને વિન ઉપસ્થિત કર્યું. “વાહ ! ઠીક બધાં અહીંયાં ભેગાં થયાં છે ??? ધાવમાતાએ એમના રંગમાં ભંગ પાડયો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust