________________ 270 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બેઠે કે હાથીએ આકાશમાં ઉડવા માંડયુ. ગજરાજની - આ ચેષ્ટા જોઈ રાજાએ વજ મુકીથી એની પીઠ પર ઘા કર્યો, મુષ્ટિના પ્રહારથી વ્યાકુળ થયેલે ગજ “નમો: મા કહતો ભૂમિ પર પડી મૂચ્છિત થઈ ગયો. - “અરે મેં સાધમિકની આશાતના કરી” એમ બોલતો રત્નશિખ એના મૂળ સ્વરૂપને જેઇ વ્યાકુળ થઈ ગ, શીત - જળ અને પવનથી એને સાવધ કરી રત્નશિખ બોલો, અરે તને ધન્ય છે કે દુ:ખમાં પણ તું જીનેશ્વર ભગવાનના નામને છોડતો નથી, ભાઈ! અજાણતાં મેં તારી આશાતના કરી છે તે મારા અપરાધને તું ક્ષમા કર.” રત્નશિખના વચનથી શાંત થયેલો વિદ્યાધર બે. હે રાજન! તમારે કાંઈ દેષ નથી, મેં જેવું કર્યું છે તેવું જ આ ભવમાં મને ફલ પ્રાપ્ત થયું, માણસ અજ્ઞાનતાથી પાપ કરે છે પણ તેના ફલને જાણતો નથી, કારણકે મધુર દૂધનું પાન કરનાર માજ લાકડીના ભયને જોતો નથી. “તમે કેણુ છે ને આ બધું તમારે શા માટે કરવું પડયું??? રત્નશિખે પૂછયું તેના જવાબમાં વિદ્યાધર બોલ્યા - વિદ્યાધરોનું એશ્વર્ય. આ વૈતાઢય પર્વત ઉપર ચકપુર નામે નગરને અધિપતિ સુવેગ નામે હું વિદ્યાધર છું. સુરવેગ મારા ભાણેજ થતો હોવાથી તેનો પક્ષપાત કરીને શશિવેગ વિદ્યાધરને એના પિતાએ રાજ્ય આપેલું હોવા છતાં એને રાજ્ય પરથી દૂર કરીને મેં ભાણેજને રાજ્ય અપાવ્યું હાલમાં મેં જ્યારે સાંભળ્યું કે જામાતાની સહાયથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust