________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - શંખરાજાએ ચરપુરૂષને વિદાય કરી તુરત જ રણભેરી વગડાવી રાજસભા વિસર્જન કરી રાજા પણ દુશ્મનની ખબર લેવાને શસ્ત્રથી સજ્જ થવા શસ્ત્રાગારમાં ચાલ્યો ગયે. રણભેરી-ભંભાના નાદથી આખુંય શંખપુર નગર ખળભળી ગયું. વાયુ વેગે વાત સારાય નગરમાં પ્રસરી ગઈ. નગરની બહાર કેમ્પમાં લશ્કર પણ તૈયાર થઈ ગયું નાના મોટા અધિકારીઓ, લશ્કરી નાયકે શસ્ત્રાસથી સંaધ થઈ રાજમહાલય આગળ રાજાના હુકમની રાહ જોતા પરસ્પર વાતો કરવા લાગ્યા. સારાય નગરમાં લડાઈનું વાતાવરણ જોઈ નગરમાં નરનારીઓ આકુળ વ્યાકુળ થઈ ગયાં. અરે ! અકાળે આ શું ઉત્પાત ? " સંગ્રામ ખેલવામાં પ્રીતિવાળે રાજા શસ્ત્રાસ્ત્રથી સંનિબદ્ધ થઈને આવી પહોંચતાં અધિકારીઓએ સલામી આપી. રાજાએ આવતા શત્ર તરફ કુચ કરવાની ને માર્ગમાંજ તેની ખબર લેવાની સેનાપતિને આજ્ઞા આપી - અકાળે ઉકાપાત જોઇને દત્તકુમાર પણ ત્યાં સહસા આવી પહેાંચી રાજાને નમ્યો. “કૃપાનાથ ! આ અકાળે શું તોફાન ? દેવ ! આ બધો શું ખળભળાટ | : “અરે દત્ત ! તું તે નગરમાં રહે છે કે જગલમાં? શત્રુનું દળ આપણું નગરીને ભાંગવા આપણું હદમાં પેઠું છે ને તું તે કાંઈ જાણતો નથી, અમારા સામંતો, સેનાપતિઓ, સુભટો હવે તેની બરાબર ખબર. લેશે. રિયતને રંજાડવાનું ફળ તેને વ્યાજ સાથે આપશે.” . I ! શંખરાજાની વાત સાંભળી દત્તકુમાર ખડખડાટ હસી પડયો. - . . . . “દેવ !જ ધીરજ ધરે. એ કે બે માથાને છે કે નાહક સુતેલા સિંહને જગાડે? એ સૈન્ય આપણા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust