SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ = એકવીશ ભવન નેહસંબંધ 13 ચાર થતા હતા. એ હૃદયનો ગમ ભૂલવવા માટે, મનને બીજી દિશામાં વાળવા માટે અનેક પ્રયત્ન થતા હતા, છતાં રાજાના હૃદયની સ્મૃતિને તે બાહ્ય ઉપચારે ભૂલાવી શકતા નહિ, રાજા મેટે નિ:શ્વાસ મૂકતો, બાલાના દર્શન માટે આકુલ વ્યાકુલ થઈ જતો, પણ એમાં બીજો ઉપાય પણ શું ઉતાવળે કાંઈ આંબા પાકી શકે? ધીરજનાં ફળ જ મીઠાં હોઈ શકે. - પ્રાત:કાળે રાજા રાજસભામાં બેઠો હતો, મંત્રીઓ. અનેક પ્રકારની વિનોદ વાણુથી રાજાને પ્રસન્ન કરી રહ્યા હતા. તે દરમિયાન રાજાના ચરપુરૂષેમાંનો એક પુરૂષ રાજસભામાં ધસી આવી રાજાને નમસ્કાર કરી બોલ્યો. કપાનાથ ! ગજબ થઈ ગયો, કોઈક રાજા પોતાના સકળ. સૈન્ય સહિત આપણી હદમાં પ્રવેશ કરી આપણું નગર તરફ ધસી આવે છે. શાસ્ત્રાન્સથી સંનિબદ્ધ તેના અનેક ઘોડેસ્વારો આપણી પૈયતને રંજાડતા ન જાણે કે તેઓ શું કરવા માગે છે ? હવે આપને જે યોગ્ય લાગે તે કરો.” એ ચરપુરૂષ અત્યંત શ્રમિત થયેલ હતો, શ્વાસે શ્વાસ પણ તે મુશ્કેલીએ લઈ શકતો હતો, અનેક ઘોડેસ્વારને દૂરથી પિતાની હદમાં પ્રવેશ કરતા અને પિતાના નગર તરફ ધસી આવતા જોઈ અજાયબ થતો તે શંખરાજાને ખબર આપવા વેગથી ઇસી આવેલો હતો તેણે પરાણે પરાણે. રાજાને એ સમાચાર કહી સંભળાવ્યા હતા, ચરપુરૂષની વાત સાંભળી રાજા અને મંત્રીઓ અજાયબ થઈ ગયા. આપણે કોઈની સાથે વેર વિરોધ નથી. છતાં અચાનક આ શું ? કોણ દુશમન અત્યારે મરવાને તૈયાર થયો છે? સુતેલા સિંહને જગાડી તેનું માન મર્દન. કરવાને કેણ તૈયાર થયો છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy