________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૨પ૩ વચન છે કે જેથી તારામાં પૂરીને પિતાનું કલ્યાણ ઈચ્છનારે કુલક્ષણવંત વરતુઓ ગમે તેવી પ્રિય હોય તો પણ તેનો ત્યાગ કરે જાઈએ, તારી0 પુત્રીઓને વસ્ત્રાભૂષણથી સજ્જ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં વહેતી મુક, કે જેથી તારા કુળનું કુશળ થાય.. તાપસનાં વચન સ્વીકારી શ્રેષ્ઠિ પિતાને મકાને આવ્યો. એક દિવસે અમને બન્નેને વસ્ત્રાભૂષણથી સજજ કરી. પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં તાપસના કહેવા પ્રમાણે તે પિટી વહેતી-તરતી મુકી દીધી, ને ઘેર જઈને અમારું શેક કાર્ય કર્યું. - આ વાત જાણી ખુશી થયેલ પરિવ્રાજક પોતાના મઠમાં આવી પિતાના શિને કહેવા લાગ્યો, “અરે શિષ્ય ! મારી ભક્તિથી પ્રસન્ન થઈને ગંગા દેવીએ હિમાલયથી મારી મંત્રની સિદ્ધિ માટે પૂજેપકરણથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં તરતી મૂકી છે. તે આજે આવી પહોંચશે. માટે તમે શિધ્રપણે જઇને ગ્રહણ કરે ને તેને ઉઘાડ્યા વગર મારી પાસે લાવો, જે ઉઘાડશે તો મંત્રમાં વિધ્ર થશે” પરિવ્રાજકની વાતથી વિસ્મય પામેલા શિષ્ય મઠથી દૂર બે ગાઉ પ્રમાણ ભૂમિએ ચાલ્યા ગયા. ગંગાના કાંઠે આવેલી એ તીર્થભૂમિએ જઇને ગંગામાં પેટીને શેધતા આમતેમ ફરવા લાગ્યા દરમિયાન વચમાં એક ઘટના બની ગઈ તે ભદ્રક શહેરનો સુભૂમ નામે રાજા નાવમાં બેસીને ગંગા નદીની સહેલ કરી રહ્યો હતો તેણે અકસ્માત આ મંજુષાને જેવાથી પોતાના માણસ મારફતે ગ્રહણ કરાવી નદીને કાંઠે રહેલા પોતાના મહેલમાં મંગાવી ને તુરતજ ઉઘડાવી તો અદભૂત સ્વરૂપવાળી અમને જોઈને તે મોહ પામી ગયો. પોતાના મંત્રીને કહેવા લાગ્યું, “અરે મંત્રી! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust