SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવન નેહસંબંધ 249 તે અહીંથી જવામાં જ સાર છે”. એમ વિચારી તે રતિસેનાના મકાનમાંથી નિકળી ગયો. રાજાને ફરિયાદ કરવા જતાં મનમાં વિચાર થયો કે આવી નમાલી વાત રાજાને કહેવા કરતાં હાલમાં પરદેશ જવું એજ ઠીક છે. એમ ચિંતવી દેશાવર ચાલે ગયે. ““અરે જગતમાં અજ્ઞાનને ધિક્કાર થાએ, તેની ઈચ્છા મુજબ દ્રવ્ય આપવા છતાં એ લેભી સ્ત્રીએ મને છેતરીને મણિ લઈ લીધો પણ એની પૂજા વિધિની એને ખબર ન હોવાથી એને કાંઈ લાભ થશે નહિ, એક પત્થરના ટુકડા કરતાં એને કાંઈ અધિક લાભ થશે નહિ, હવે શું ઉપાય કરું કે જેથી એ દુષ્ટાને કંઈક ચમત્કાર બતાવી મારે મણિ હાથ કરૂં ? ઇત્યાદિક વિચાર કરતો તે અનુક્રમે કોઈ શુન્ય નગરમાં આવ્યો. બહુ ઉદ્યાનવાળા અને રમણીય એવા તે નગરને જોઈ આશ્ચર્ય પામેલ સુમિત્ર નગરમાં પ્રવેશ કરતો રાજમંદિર તરફ ચાલે. મનુષ્ય રહિત એવા રાજમંદિરની સમી ભૂમિકાએ મનમાં આશ્ચર્ય પામતો તે ઉપર ચડી ગયો, સાતમી ભૂમિએ ચારે તરફ નજર કરતાં તે સુમિત્રને સાંકળથી બંધાયેલ બે હસ્તિની જોવામાં આવી. એમનાં અંગ કુંકુમથી વિલેપન કરેલાં હતાં, કપુરની સુગંધથી એમનાં મસ્તક સુવાસિત હતાં. ને એમની ગ્રીવાએ પુષ્પની માળા હતી એવી બે કરિણિ યુગલને જોઈ “આ શું ?" એમ ચિંતવતાં વળી ચારે તરફ જવા લાગ્યું, સામે ગોખમાં એણે શ્વેત અને કૃષ્ણ અંજન યુક્ત બે દાબડીઓ જોઈ, અંજન માટે સળી પણ ત્યાં પડેલી હિવાથી એને કંઈક ભેદ જણાય. એ કરભી યુગલની આંખ જોતા શુભ્ર અંજનયુક્ત P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy