________________ 240 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. કારણ કે પરમાર્થથી તો રાગ દ્વેષ, અજ્ઞાનાદિક દો તેમના જ ક્ષય થયેલા છે. માટે હે ભવ્ય ! પંચપરમેષ્ટીના સ્મરણ કરવામાં તેમજ એમની સ્તુતિ કરવામાં અવશ્ય પ્રયત્નશીલ થાઓ, જે જીનેશ્વરના દર્શનથી પરંપરાએ તમારું કલ્યાણ થાય, એ ઉપર એક દૃષ્ટાંત સાંભળો. , આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં સંડ્યામ નામના ગામમાં સંગત નામે એક પામર રહેતો હતો. એક દિવસે તે ગામમાં આવેલા સાધુઓને રાત્રી વ્યતીત કરવા માટે તેણે ઉપાશ્રય આયો ને ઉપરથી તેમની વૈયાવચ્ચ કરી સેવા ભક્તિ કરી. મુનિએ એ પામરને ગ્ય જાણીને પાપને નાશ કરનારી ધર્મદેશના આપી. “આ જગતમાં પ્રાણીઓને ધર્મ થકી શું નથી મલતું? મદઝરતા પર્વત સમાન ઉન્નત ગજરાજ, વાયુવેગવાળા અશ્વો, ચરણમાં નમસ્કાર કરતા મુગુટબદ્ધ સામંત નૃપતિઓ, બુદ્ધિનિધાન મંત્રીઓ, રૂપ અને ગુણે કરીને લલિત લલનાઓ, દેશ, ગ્રામ, નગર, શહેર યુક્ત પૃથ્વી મંડલ તેમજ સુવર્ણ અને રત્નોથી ભરેલા ભરપુર ભંડાર, ગાનતાન, નાટક અને મોટા ગગનચુંબિત પ્રાસાદે તેમજ દેવ દુર્લભ એવા મનહર ભોગે એ બધુંય ધર્મથી મળી શકે છે માટે ધર્મનાં એવાં રૂડાં ફલ જાણીને હે સંગત ! તું ધર્મનું આરાધન કર કે જેથી આ ભવમાં તેમજ ભવાતરમાં તારું સારું થાય, મુનિરાજને એ પ્રમાણે સુધારસ સમાન ઉપદેશ સાંભળીને શ્રદ્ધાને ધારણ કરતો સંગત બે , હે ભગવન ! મને લાગે છે કે આપ મારી ઉપર એકાંત વાત્સલ્યવંત છે પરંતુ અનાર્ય અને પામરસુખ એવા મને એ P.P. Ac. GunratNGasuri M.S. Jun Gun Aaradhak Trust