________________ 212 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રક્ષા કરતા હતા, ધર્મપૂર્વક અર્થ અને કામની સાધના કરતા રાજા દેવસેન અનુપમ ભેગેને પણ ભોગવતા હતા ન્યાયથી રાજ્ય કરતાં દેવસેન નરપતિને ચંદ્રકાંતા પકરાણીથી એક પુત્રનો જન્મ થયો એનું નામ શુરસેન, છે એ દિવ્ય કાંતિવાળા શૂરસેનવડે સૂર્યના ઉદયથી જેમ પૂર્વ દિશા શોભી રહે તેવી રીતે મહાદેવી ચંદ્રકાંતા પણ શેભી રહી હતી. બાળ ચંદ્રમાની માફક અનુક્રમે વૃદ્ધિને પામતો સૂરસેન શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પ્રવિણ થયે, નવયુવાન થયો. દરરોજ ચંદ્રકાંતાના પિતા વિદ્યાધરરાજ રવિકિરણ તરથી દિવ્ય ભેગો આવ્યે જતા હતા, મનુષ્યના ભેગો ઉપરાંત વિદ્યાધરના દિવ્ય ભેગોને ભોગવતાં આ સુખી યુગલને પણ એક દિવસ વિશ્ન આવ્યું. વિદ્યાધરરાજ રવિકિરણ ચિત્તની વ્યાક્ષિતતાથી પિતાની પુત્રીને દિવ્યગ. મોકલી શક્યો નહિ, પિતા તરફથી એક દિવસ એ ભેગોની પ્રાપ્તિ ન થવાથી ચંદ્રકાંતાના મનમાં અનેક ઉથલપાથલ. થઈ ગઈ. એ દિવ્ય ભેગના રોજના અભ્યાસથી એક દિવસ એ દિવ્ય ભેગની વસ્તુઓનું સ્થાન સાધારણ વસ્તુઓએ લેવાથી ચંદ્રકાંતાને બધુ નિરસ લાગ્યું. એના મનમાં કંઈ કંઇ વિચાર આવી ગયા. “આહા ! આજે પિતાએ કોઈ ના મોકલ્યું, શું આજે એ મને ભૂલી ગયા ! શું મારી ઉપર કપાયમાન થયા ! અથવા તો શુ મારી ઉપર નિ:સ્નેહવાળા થયા?? અગ્નિથી દગ્ધ થયેલી માલતીની લતાની. માફક ચંદ્રકાંતા શ્યામવદનવાળી થઈ ગઈ, હિમથી બળી ગયેલી કમલિની માફક એના વદન પર ખુબ ગ્લાની, ''પથરાઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust