SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ એક્વીશ ભવને સ્નેહસંબંધ 207 ળતા એ વિદ્યાધર બાળા પૂર્વભવના સ્નેહથી દેવસેન તરફ રાગવાળી થઈ. દેવસેનનું નામ સાંભળતાં તેણીને આનંદ થયો, તેણીનાં મરાય વિકસ્વર થયાં. ચંદ્રકાંતાની પ્રેરણાથી તેની પ્રિયંકરી નામે સખી કિન્નરના યુગલ પાસે આવીને પૂછવા લાગી. “આ તાલબદ્ધ ગાયનમાં તમે જેની કીર્તિ ગાથાની મનહર યશ કલગીનું વર્ણન કર્યું તે દેવસેન કોણ?” પ્રિયંકરીની જીજ્ઞાસાને તૃપ્ત કરતાં તે નરનારી (કિન્નર મિથુન) બાલ્યાં. “તને શી વાત કરૂં એના ગુણોની; ગુણે એ એવી એક આકર્ષક વસ્તુ છે કે દેવતા છે કે મનુષ્ય, પણ તેના ગુણોનું ગુણાનુરાગી એવા પંડિત પુરૂષ વર્ણન કરે છે, એ સહજ છે. અમે પૃથ્વીના સૌંદર્યનું નિરક્ષણ કરતાં અનુક્રમે વિશ્વપુરી નગરીના બાહ્યોદ્યાનમાં આવ્યાં ત્યાં અમે દેવકુમાર જેવો દેવસેન કુમાર દાન વડે કરીને યાચકને હર્ષ પમાડતો જોયો. તે બુદ્ધિનિધાન માની પુરૂપિને માન આપીને તેમને સત્કાર કરીને ખુશી કરતો હતો મિત્રોને મધુર વચને કરીને હર્ષીત કરતો એવા દેવસેનના રૂપથી લજા પામીને અંગ જ જે કામદેવ તે અનંગપણાને પ્રાપ્ત થયો. એની સૌમ્યતાની હરીફાઈ કરવા જતાં ચંદ્ર કલંકિત થયો. તેમજ તેના જેવા પ્રતાપી થવાને સૂર્યો હજાર હાથે કર્યો તો પણ તેની બરાબરી કરી શકયો નહિ. જેની બુદ્ધિથી જીતાઈ ગયેલા બ્રહસ્પતિ, શુક્ર અને બુધ આ લોથી દૂર જતા રહ્યા. કિં બહુના ? અમે એનું વિશેષ તે શું વર્ણન કરીયે?' ઇત્યાદિ દેવસેન કુમારના ગુણાનું વર્ણન કરતું તે કિન્નર મિથુન ત્યાંથી ચાલ્યું ગયું. એ કિન્નરયુગલની વાત સાંભળી પ્રિયંકર સખી. ચંદ્રકાંતા પાસે આવીને તેણીને કહેવા લાગી. “હે સ્વા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy