________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિદ્યાધર બાલા, આ જ બુદ્ધીપના સુચ્છ વિજયમાં વિશ્વપુરી નગરીના રાજા સુરતેજ નરપતિની પુષ્પાવતી નામે પટ્ટરાણું હતી, તેની કુક્ષિને વિષે લલિતાંગ દેવનો જીવ ત્યાંથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મોત્સવ કરીને માતાપિતાએ એ બાળકનું નામ પાડયું દેવસેન, શસ્ત્ર અને શાસ્ત્રકળાનો પારગામી થઈને દેવસેન રમણીય અને મદનને મહાલવાને ચોગ્ય એવી યૌવન વયમાં આવ્યા છતાંય મનોહર લલનાએના કટાક્ષ બાણથી વિંધાયો નહિ, ઉન્માદયંતીનો જીવ દેવી ભવમાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેજ વિજયને વિષે વૈતાઢથ પર્વતની દક્ષિણ એણિમાં સુરસુંદર નામે નગરને રવિકરણ રાજા હતો તેની રવિકાન્તા નામે પ્રિયા થકી પુત્રી પણે ઉત્પન્ન થઈ. તેનું નામ ચંદ્રકાંતા, ચંદ્રકાંતા સ્ત્રીની ચેસઠ કળામાં નિપુણ થઈ યૌવનવયમાં આવી, છતાં એને પુરૂષનું નામે ગમતું નહિ, તો લગ્નની તે વાત જ શી ? સખી દેવકુમાર સમાન પરાક્રમી વિદ્યાધરોના પરાઠમનાં તેની આગળ વર્ણન કરતી હતી. પણ સાંભળવા જેટલીય તત્પરતા તે બતાવતી નહિ, ચંદ્રકાંતાના વિરક્તપણાથી એના માતા પિતાને ચિંતા થઈ. અન્યદા ચંદ્રકાંતા પિતાની સાહેલીઓ સાથે કીડા કરવાને પર્વતના શિખર ઉપર આવી, ત્યાં અચાનક કિલર યુગલથી તાલ બદ્ધ ગવાતું મનોહર ગીત સાંભળ્યું. આ - અપૂર્વ ગીતમાં દેવસેન કુમારના રૂપ, ગુણનું વર્ણન સાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust