________________ * 188 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - તાપ, ટાઢ વગેરેનું અપાર દુ:ખ હોય છે કે મનુષ્ય જેવા મનુષ્યમાં પણ દુ:ખ કયાં ઓછું છે? પ્રથમ તો ગર્ભાવાસનાં દુઃખ કાંઈ જેવાં તેવા નથી. તે પછી બચપણનું મલીનપણું ધુળ વિષ્ટાદિકથી લેપાવું વગેરે, યુવાવસ્થામાં વિરહાદિકનું દુખ, રોગ, શેક, સંતાપ તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિની અનેક પીડાઓ પ્રાણીને ગળે વળગેલી હોય છે. અને વૃદ્ધાવસ્થા તો દેખીતી રીતે નરી પીડા રૂપ જ છે એવા મનુષ્ય ભવમાં પણ પ્રાણીને ક્યાંથી સુખ હોય? ભગવાનની દેશના સાંભળી રાજા નિધિકંડલ જીનેધરને નમીને પિતાની નગરીમાં ગયે, સારા મુહૂર્ત પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી સાતે ક્ષેત્રમાં ધનને વાપર્યું. પત્ની સહિત રાજાએ કર્મને નાશ કરનારી ભગવાન સમીપે દીક્ષા ગ્રહણ કરી. દક્ષાને સારી રીતે આરાધીને આય:ક્ષયે બન્ને જણ પ્રથમ સુધર્મ દેવલોકમાં સુરમિથુનપણે ઉત્પન્ન થયાં–દેવદેવીપણે ઉત્પન્ન થઈને દેવભવનાં વિવિધ પ્રકારનાં સુખે ભાગવવા લાગ્યાં. કષ્ટથી આરાધન કરેલા સંયમનું સત્યફલ તો મોક્ષપ્રાપ્તિ છે, મોક્ષે જવા માટે દેવભવ તો વિસામારૂપ છે. લલિતાંગ. મહા કચ્છ વિજયને વિષે વિજય નામના નગરમાં મહાસેન રાજાની ચંકા નામે પટ્ટરાણી હતી. વિવિધ ઉપાચોથી પુત્રની અભિલાષાવાળાં તેમને ત્યાં પાંચ પોપમનું આયુ પૂર્ણ કરીને નિધિકંડલનો પુણ્યવાત જીવ પુત્ર પણ ઉત્પન્ન થયો, પુત્ર જન્મથી હૃષીત થયેલા રાજા મહાસેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust