________________ એકવીશ ભવને સ્નેહસંબંધ પ્રદક્ષિણાપૂર્વક જીનેશ્વરને નમીને પોતે પોતાને યોગ્ય સ્થાનકે બેઠે, બીજે પરિવાર પણ પિતપોતાને યોગ્ય સ્થાનકે બેઠે. ભગવાને રાજાના ઉપકારને માટે દેશના દેવી શરૂ કરી. - “આ પારાવાર રહિત સંસારમાં પ્રાણીઓ ચોરારસી લાખ જીવનિમાં પરિભ્રમણ કરે છે. એમને મનુષ્યભવ પ્રાપ્ત થવો બહુ જ દુર્લભ છે એ મનુષ્યભવ દશ દૃષ્ટાંતે પણ દુર્લભ કહ્યો છે. એવો દુર્લભ મનુષ્યભવ પામીને પણ જે માણસ સંસારમાં રાચી માચીને હારી જાય, ધર્મકર્મ વગર એ લાખેણુ મનુષ્યજીવન નકામુ જાય તો , પછી એ દોહ્યલો નરભવ ફરીને શી રીતે પ્રાપ્ત થાય? મનુષ્યભવમાં મનુષ્યપણાએ સર્વે સમાન હોવા છતાં, ઉચ્ચ, નીચ, ગરીબ તવંગર, અમીર ફકીર, રંક અને રાજા એ બધો તફાવત પોતપોતાના કર્મને લઇને સંસારમાં જોવાય છે. કેટલાક ધમજનો આત્મહિતમાં મગ્ન હોય છે ત્યારે કેટલાક પાપકાર્યમાં રચ્યાપચ્યા આનંદ માની રહ્યા છે. મનુષ્યભવમાં પણ આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થનારને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવાનો સંભવ રહે છે, અનાર્યને નહિ. ઉત્તમ જાતિ, ઉત્તમ દેશ, દીર્ધાયુષ્ય, નિરોગીપણું, શ્રેષ્ઠ બુદ્ધિ અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સંપત્તિ એ બધીય એક એકથી દુલભ વસ્તુઓ મેટા પુષ્યાનુગથી. જ મલી શકે છે, એ સામગ્રીને મેળવી જેઓ એને સદ્દ ઉપયોગ કરી આત્મહિત સાધે છે. તેઓ જ ભવસાગર તરી જાય છે. આ દુ:ખથી ભરેલા નરભવને પામીને મનુષ્ય સદ્દઉપયોગ કરે તો જ બાજી જીતી જાય છે નહિતર મનુષ્યપણુ પામ્યાની સાર્થકતા પણ શી ? - નારકીમાં નરકના જીવ સદાકાલ દુ:ખમાં પોતાનો હીલ વ્યતીત કરે છે તિર્યંચને પણ ભૂખ, તરસ, પરવશતા, સદઉપચાગ ને સાર્થકતા સદાકાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust