________________ 172 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જાગી ને સ્વમાની વાત રાજાને કહી સંભળાવી. વિચારવાન રાજાએ કહ્યું, “દેવી ! મોટા રાજ્યનો ધણી એ તારે ભાગ્યવાન પુત્ર થશે.” રાજાનાં કર્ણમધુર વચન સાંભળીને હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. અનુક્રમે શુભ મુહુર્ત રાણીએ પુત્રને જન્મ આપો, તેની નાલનિક્ષેપનના સ્થાનમાંથી બહુ મૂલ્યવાન રત્નોને ચરૂ નિક. એ રત્નને નિધિ જોઈને રાજા વગેરે સર્વે બાલરાજકુમારના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા, પુત્રજન્મને મેંટે ઉત્સવ કરી રાજાએ રાજકુમારનું નામ “નિધિકુંડલ” રાખ્યું બાળચંદ્રમાની કાંતિને ધારણ કરતો નિશ્ચિકુંડલ અનુક્રમે યૌવનવયના આંગણે આવીને ઉભે. એ રમણીય યૌવનવય, ઐશ્વર્ય, વૈભવ, ઠકુરાઈ સુરૂપ રમણીજનને સમાગમ છતાંય નિધિ કુંડલ મુનિની માફક રૂપવતી રમહુ તરફ દૃષ્ટિ પણ કરતો નહિ. ભાગ્યવશત: સ્વયંવરા આવેલી મોટા મોટા રાજાઓની ભાગ્યવતી કન્યાઓ તરફ પણ વીતરાગની માફક નજર કરતો નહિ. ગજેંદ્રના મદનું મર્દન કરવાની તાકાત છતાં, ધનુર્ધારીઓમાં અગ્રણી છતાં પરાયા જીવને લેશ પણ દુ:ખ થાય તેવું કાર્ય કરતા નહિ વિષની માફક તે માંસ અને દારૂથી દૂર રહેતો હતો. એવા અનેક ગુણેથી અલંકૃત થયેલો તે કુમાર માતાપિતાને આનંદ આપતો મિત્રોની સાથે ક્રીડા કરતો અનેક નવીન કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યો. શુકી પણ ભદ્રક ભાવે ત્યાંથી મરણ પામીને તેજ વિજયમાં વિજયાવતી નગરીને વિષે રત્નચંડ રાજાની સુપ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust