SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 171 એકવીશ ભવનો સ્નેહસંબંધ અરિહંત ભગવાનના બિબને જોઈને જેઓને અપ્રીતિ થાય છે તેમના ભારે કમી પણાની અમે શું વાત કરીયે ? તેથી જ સુજ્ઞ પુરૂષે અહન બિબ તેમજ તેમના લિંગ (વેષ) ને જોઈને વેર વિરોધનો ત્યાગ કરવો જોઈએ. મિથ્યાત્વરૂપી અંધકારને નાશ થઈને જ્યારે સમકિતરૂપ સૂર્યને આત્મામાં પ્રકાશ થાય છે ત્યારે જ દેવ ગુરૂ અને ધર્મ આદિ ઉત્તમ પદાર્થ ઉપર આત્માને અવશ્ય પ્રીતિ થાય છે. જે સમ-. ક્તિની પ્રાપ્તિ જ્ઞાનીઓએ દુર્લભમાં દુર્લભ વર્ણવી છે. શિવ સપાનનું પ્રથમ પગથીયુ એ સમતિ, સુંદર ભાવની પરંપરાથી વૃદ્ધિ પામતા પરિણામેએક દિવસે એ કીર યુગલને ભગવાનને પૂજવાનો વિચાર થ, ભાવિ કલ્યાણુવાળા જીવોને જે શક્ય છે, વિદ્યાધર રહિત ભગવાનને એકાકી જોઈને આમ્રવૃક્ષની મંજરીઓ, લાવી એકદા એ શુકશકીએ ભાવથી ઉલ્લાસ પામતાં એ. ભગવાનને પૂજ્યા. ભગવાનના ચરણ, કર્ણ અને મસ્તકને સહકાર મંજરીથી શણગાર્યા અને ભાવના-પ્રાર્થના કરી. જ્યારે જ્યારે એકાંત અવસર મલતો ત્યારે તે સમયને. લાભ એ શુકચુકી લેતાં ને જીનેશ્વરને સહકારમંજરીથી અને વનના પુષ્પોથી અર્ચતાં એ શુભભાવ અને શુભકાર્યને. પરિણામે એ બન્નેએ તિર્યંચ નામકર્મને નાશ કરી શાતાવેદનીય સહિત મનુષ્યનું આયુ બાંધ્યું. અનાગપણે કરેલી. પણ જીનપૂજા પ્રાણીને શું નથી આપતી? જબુદ્ધીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામે વિજયને. વિશે શ્રીમદપુર નગરના નરશેખર રાજાની કીર્તિમતી રાણીની ઉક્ષિને વિશે પિલો શુક કોલ કરીને પુત્રપણે ઉત્પન્ન થયો, તે સમયે ઉત્તમ ગર્ભના પ્રભાવથી રાણીએ સ્વમામાં. સૂર્યમંડલ સરખું તેજસ્વી કુંડલ જોયું. સ્વમ જોઈ રાણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy