________________ એકવીશ ભવના સ્નેહસંબંધ 163 ગર્ભનું સારી રીતે પાષણ કરવા લાગી. પૂર્ણ સમયે સારા મુહુર્તાને યોગે રાણીએ પુત્રને જન્મ આપે. રાજાએ મેટો વપન મહોત્સવ કર્યો. બારમે દિવસે રાજાએ પુત્રનું નામ દેવસિંહ રાખ્યું. રાજ્યમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો ને પ્રજા તરફથી અનેક વધામણાં થયાં. રાજકુમાર વૃદ્ધિ પામતે શાસ્ત્ર અને શાસ્ત્રની કળામાં નિપુણ થયે. મનોહર એવી યુવાવસ્થામાં ગાન, તાન અને સંગીત વિશારદ પુરૂથી સ્તુતિ કરાતો દેવકુમારની માફક ભતો રાજકુમાર નવીન તારૂણ્ય અવસ્થાને શેભાવવા લાગે, ગુણસેનાને જીવ પંચમ સ્વર્ગથી આયુ:ક્ષયે વિશાલા નગરીમાં જીતશત્રુ નામે રાજાની કનકમંજરી રાણીથકી કન્યાપણે ઉપન્ન થયો. એનું નામ કનસુંદરી. કળાને અભ્યાસ કરતી ને વૃદ્ધિ પામતી નવીન યૌવનને આંગણે આવેલી કનકસુંદરીને પૂર્વના સંસ્કારથી વિષય તરફ પ્રીતિ જ નહોતી જણાતી. સમયને જાણનારી સખીઓ અનેક પ્રકારની રસિક વાર્તાલાપ કરતી છતાં રાજબાળા કનકસુંદરીને તે સખીઓને રોલ્લાસ સાંભળવાય ગમતો નહિ. પુરૂષનું નામ પણ જેણીને સાંભળવું ગમતું નહિ તે પછી વિવાહ માટેની તે વાત જ શી? રાજબાળાની વિરક્ત ભાવનાથી રાજારાણી ચિંતાતુર થયાં, રાજાએ મંત્રીને એનો ઉપાય પૂછયો. “હે મંત્રી ! આ બાળાની વિવાહ તરફ રૂચિ જાગ્રત કરવાને શું કરવું ? ' રાજાને ચિંતાતુર જોઈ મંત્રી બાલયો, “મહારાજ! આ બાળાએ કદાચ પૂર્વ ભવને વિષે કઈ ઉત્તમ દેવકુમાર જેવા પુરૂષ સાથે સ્નેહ સંબંધ બાદ હશે જેથી એનું અને એ પુરૂષ સિવાય બીજે કયાંય આકર્ષાશે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust