________________ = = = પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિચ્છેદ 3 જે દેવસિંહ અને કનકસુંદરી. પાંચમા ભવમાં. શરેસે દેશની રાજ્યધાની મિથિલા નગરીના રમણીય રાજ્ય મહેલો પિતાની યશ કલગીથી આકાશગણને ભાવતા હોયને શું ? એ મિથિલાના સૌંદર્યના તેજે નામંડળ જાણે ઝળહળી રહ્યું હેય શું ! એવી ભવ્ય અને તેજસ્વી ઇમારતો ગગન સાથે ગેલ કરી રહી હતી, એ મનોહર મિથિલાના રમ્ય રાજમહેલમાં રાજરાણી. મુક્તાવલી અત્યારે રાજ્ય લક્ષ્મીના સંપૂર્ણ ભેગોપભેગે હાજરાહજુર છતાં ઉદાસ હતી, બેચેન હતી, એ મૃગનયન ચક્ષુઓ કવચિત અશ્રુબિંદુઓને ગીરાવી દેતી હતી. પિતાના ડાબા હસ્ત ઉપર હડપચીને ટેકાવી તેના ઉપર મસ્તકનો ભાર ઝીંકી દેતી ગમગીન ને ચિંતાતુર હતી, સંપૂર્ણ સુખસાહેબીમાં ગરક થયેલા માનવીનેય ભાગ્યમાં ખામી તો અવશ્ય હોય છે કારણકે તેમનેય એક અભિલાષા પૂર્ણ થઈ ત્યાં બીજી નવીન ઇચ્છા તૈયાર જ હોય છે. આશાઓને તે કાંઈ અંત છે! - રાજસભામાંથી અંત:પુરમાં આવેલ મેઘ મહીપતિ પટ્ટરાણીને આજે ઉદાસ અને ગમગીન ઈ વિચારમાં પડયો “ભેગવિલાસની આટલી બધી સામગ્રી હોવા છતા રાણીને એવા તે કયા સુખની ઉણપ છે કે જેથી આટલી બધી આજ નારાજ થઈ ગઈ છે. રાજાએ પૂછયું, “દેવી ! આજે આ બધું શું છે? તમારા મનમાં શું દુ:ખ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust