________________ 152 'પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિચારી સમરસિંહ બે, “હે પરાક્રમી! યુદ્ધમાં હારી ગયેલા એવા મારી સાથે તારે લડવું યોગ્ય નથી. જેથી મારી આઠ કન્યાઓ અને વિદેશની રાજ્યલક્ષ્મીને તું ગ્રહણ કર !" | સમરસિંહની વાણી સાંભળી ચમત્કાર પામેલો કુમાર બોલે, “આપનું રાજ્ય આપજ ભેગો, મારે આપની રાજ્યલક્ષ્મી જોઇતી નથી મહારાજ ! હું તો હવે પરલોકને વિષે હિતકારી એવું ઉત્તમ ચારિત્ર ગ્રહણ કરીશ.” એમ કહી સમરસિંહ યુદ્ધભૂમિ પર જ દીક્ષા લેવાને તૈયાર થયો. કમલસેન નૃપના સમજાવવા છતાં એ મહા માનીએ વૈરાગ્યથી સુધર્માચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી જેથી સમરસિંહના સામંતરાજાઓએ કમલસેનને પોતાની રાજ્યધાનીમાં લાવી આઠે કન્યાઓ પરણાવી વત્સદેશની ગાદીને અભિષેક કર્યો. બન્ને રાજ્ય લક્ષ્મીને અધીશ્વર કમલસેન ચંપાનગરીમાં રહીને શાસન કરવા લાગ્યો, એક દિવસે પોતાનપુરથી શત્રુંજયરાજાને દૂત આવીને કમલસેન રાજાને નમ્પો, પિતા તરફથી દૂતને આવેલી જાણી સિંહાસનારૂઢ થયેલા કમલસેન નૃપતિએ પિતાના કુશલ સમાચાર પૂછડ્યા. - રાજાના પ્રશ્નના જવાબમાં સ્વચ્છ આશયવાળે તે દૂત બેલે, “હે સ્વામિન ! વસંત યાત્રામાં ગયેલા . આપ કાંઈ પણ કારણ પિતાને જણાવ્યા સિવાય ચાલ્યા ગયા, પાછળથી ચારે તરફ શેાધ કરતાં આપનો પત્તો ન લાગવાથી નગરના લોકો હાહાકાર કરતા રાજા પાસે આવ્યા, ક્ષણ પહેલાં બધે આનંદ શેકમાં પલટાઈ ગયો. રાજા પણ દુ:ખી દુ:ખી થઈ ગયા. તમારા વિશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust